Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 99
________________ ૧૮. અવાજ દેશી અવાજ નવભારતના ભાગ્યવિધાતા જપમાં સમાધાન થયું અને હિજરતીઓ છેક ચારપાંચ વર્ષે પાછા આવ્યા. હવે પાછા ૧૪-૫-'૩૯ત્ની તારીખ કાઢો. : કેમ ? : હવે ભાવનગરનો વારો આવ્યો. ત્યાં પ્રજામંડળની સભા, સરદાર સાહેબ પ્રમુખ. ત્યાં પણ તોફાન, પથરાબાજી, સરદાર સાહેબની મોટર ઉપર હલ્લો કરવાની યોજના. બેત્રણ જણા ઘવાયા અને ગુજર્યા, પણ સરદારશ્રી બચી ગયા. અહીં મુસ્લિમોએ સભા ભરી, આવાં હીચકારાં કૃત્યોને વખોડી કાઢયાં, સરદાર સાહેબે ગુજર્યા, એમને માટે હૈયા વરાળ કાઢી, ફરી ઈશ્વરનો પાડ માન્યો. : પણ ભાવનગરમાં તો સુધારાજનક રાજ્ય હતુંને ? : ખરું, પણ બ્રિટિશ સરકારના હાથ હજી લાંબા હતાને? ભારતમાં સુધારા આપી, પાછલે બારણે તો જોરજુલમની નીતિથી પ્રજાના અવાજને રૂંધવાની જ વાતો ચાલતી હતીને ? બ્રિટિશ સરકાર પાસેથી આપણા મોટા ભાગના રાજવીઓ દમનનીતિના નુસખા શીખ્યા હતા. ભાવનગરમાં તો ભાડૂતી લોકોને પેંધાવ્યા હતા. : કેવો ભાગ્યપલટો ! દેશી રાજાઓને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેટકેટલા દાવપેચ રમી, એમની રિયાસતો કબજે કરી હતી. એ જ રાજાઓ બ્રિટિશ સલ્તનતના હાથા બની બેઠા. : ઝેરીલું શિક્ષણ, કોઈ પણ તાકાતવાન પ્રજાને ગુલામ બનાવી પછી એને એકધારું જેવું શિક્ષણ આપવામાં આવે તેવું પરિણામ આવે. પણ એ બ્રિટિશ સલ્તનતને પણ પરસેવો ઉતારનાર પણ એક પાક્યો. : કોણ ? ? સાંભળો એનો અવાજ, અવાજ અને ભાષા ઉપરથી જ તમે સમજી જશો. મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૮૩ હિટલર : ઈસ્ટ વૉઝ ડાઇ ઇંગ્લિશ ફ્રેન્ચ એલાઇયા ઉન મુસ્ટ ક્લાઇન બુસ્ટર, ઝુમ આગફોસ્ટર, ટીસપ્લેન્ડન ઈસ્ટ બેંકન, હાઇલ હિટલર ! : ઓ. હિટલર ! હા, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરનારેઅવાજ : અને પોતાના દેશને છિન્નભિન્ન કરી બીજા અનેક દેશોને પણ તારાજ કરનાર—એમાં અંગ્રેજો તારાજ તો ન થયાં, પણ એમની કમ્મર ભાંગી ગઈ. સામ્રાજ્ય વેરવિખેર થવાની શરૂઆત થઈ. : ઘણા માણસોનો સંહાર થયો. હિટલરે હાહાકાર મચાવ્યો. અવાજ : એ યુદ્ધ હિન્દુસ્તાનને આંગણે એટલે કે પૂર્વમાંથી જાપાનીઝ આપણે બારણે આવીને ઊભા. સાથે સુભાષ બાબુનું આઝાદ સૈન્ય. દેશી : હા, હા, ત્યારે મહાત્મા ગાંધીએ ‘ક્વિટ ઇન્ડિયા-તમે ટળો તમે ટળોની હાકલ કરી, લડત ઉપાડવા ઝુંબેશ કરી. અવાજ : તા. ૮, અગિયારે મધરાતે મહાસમિતિએ અંગ્રેજો ચલે જાઓ એવો ઠરાવ કર્યો. ન જાય તો અહિંસક પણ દેશવ્યાપી પ્રચંડ બળવો જગાવવાના ઠરાવો કર્યા. મહાત્માજીએ ‘કરેંગે યા મરેંગે'નો નવો મંત્ર આપ્યો. તે પ્રસંગે સરદાર સાહેબનું ભાષણ અદ્વિતીય હતું. રાજેન્દ્રપ્રસાદે પોતાની જીવનકથા લખતાં એ ભાષણને બહુ વખાણ્યું છે. : ખરેખર વાંચવા જેવું જ હશે ? અવાજ : “બ્રિટિશ સરકારનો પ્રચાર દેશમાં એવો છે કે અમે અમારી વાત કોઈને કરી શકવાના નથી. અહીં અમારાં અખબારો બંધ છે. રેડિયો ઉપર અમારી સત્તા નથી. ચારેકોર સેન્સરશિપના ચોકીપહેરા છે. સરકાર કહે છે કે અમારી સાથે કોઈ નથી. મુસ્લિમો નથી, હરિજનો નથી, ડાહ્યા ગણાતા વિનીતો નથી, રેડિકલો નથી, અમે મુઠ્ઠીભર ટોળીના સભ્યો જ સ્વતંત્રતા માંગીએ છીએ. જો અમારી સાથે કાંઈ જ નથી તો સરકારને અમારી આવડી ભડક શા માટે લાગે છે. દેશી અવાજ દેશી અવાજ

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126