Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 93
________________ ૧૭ નવભારતના ભાગ્યવિધાતા : આ આરોપો સાચા નથી. ૧૯૩૪માં સરદાર સાહેબ નાશિકની જેલમાંથી છૂટ્યા. પછી ગુજરાતમાં ફર્યા. ત્યારે એક પ્રસંગ બન્યો. દિલ્હી સરકારના હોમ મેમ્બર હેનરી કેકે ઘનશ્યામદાસ બિરલાજી અને સરદારને ચા પીવા બોલાવ્યા. હોમ મેમ્બર સાહેબે કહ્યું, ‘અમે હિન્દુસ્તાનને જવાબદાર રાજ્યતંત્ર આપવા માંગીએ છીએ', ત્યારે સરદાર સાહેબે હોમ મેમ્બરને આવી આવી સુણાવી, એમાં દફતરે નોંધાયેલી વાત છે કે સરદાર સરકારની સાફ દાનત નથી. અમારાં કબજે લીધેલાં મકાનો પાછા આપતા નથી એને બગાડતા જાય છે, બ્રિટિશ હિન્દની પ્રજાને દેશી રાજ્યમાં હદપાર કરવામાં આવે છે, દેશી રાજ્યોમાં જુલમો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે આમ સરદાર સાહેબ દેશી રાજ્યોના સવાલ માટે જાગ્રત જ હતા. મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૭૧ બાપુઓની તુમાખી અને એનું ચિત્ર જોવું હોય તો સાંભળો આ એક દેશી બાપુનો અવાજ. એક બાપુ : હવે તમારી પરજાઓનું બહુ સાંભળ્યું, અરે કોણ છે હાજર ? અવાજ બાપુ : ગિલાસ કેમ હજી ભઈરા નધ્ય. સોડો લાવો. ઓલા હરિયાને જેલની બાર તગેડી મેલો, હાથે પગે બાંધી આપણી સરહદની પાર મૂકી ઘો. એલા કોણ સે હાજર–જરા મજરો તો થવા દિયો–આજ કોને લાઇવા સો ? માળા નેતા નીકળી પઇડા સે. રાજા હામે હોમ બોલ છે, તો જીભડા તોડી ઘો ! ઈ તો ઠીક સે, અમે આંઈ અમારી રિયાસતમાં બેઠા સિમે, હમણાં ઇંગ્રેજ હરકારના તાબામાં હોત, તો માળાને ફાંસી કે કાળાપાણી જ મળત. એલા પીણામાં કમ કસર કરો છે. લાવો ગિલાસ, ઈમ ચમચી ચમચી કેમ રેડો સો, હો, ઈમ દીધે રાખોને હી હી હી હી.” : આ તો એક પ્રકાર, આ બીજો. બીજા બાપુ : “અરે કોણ સે, કેટલા વાઇગા ? હં હં સાંજના ફકત પાંચ ! અમે તો સાંજના છએ ઉઠાડવા હુકમ આઇપો'તો. જાઓ માળાને જેલમાં નાંખો. અંધારા વિના અમે જાગતા નથી. એટલું પણ જાણતા નથી ! જાઓ ટેળો ઈયાથી.” દેશી : બીજા નમૂના જોવા કે સાંભળવા જેવા નથી. છતાં આ સાંભળો. ત્રીજા બાપુ : ઓલા બ્રિટિશમાં ગાંધીવાળાની રાહે આંઈ કોઈ ચાઇલા છે તો શરીરની ખાલ ખેંચાવી દઈશ. જો સતવાદીના દીકરા પાઇકા સે તે ! અલ્યા જલસા તો કરો હવે ! કોણ છે હાજ૨, આજ હજી નાચનારીના પગ કેમ નથી ઠેકાતા. દેશમાં એનીયે ખોટ પડી છે. દેશી અવાજ દેશી : બી 1 : હા, હા, પણ: હવે પણ અને પણિયારું ! હરિપુરામાં ભરાયેલી મહાસભા જુઓને ! ત્યાં દેશી રાજ્યોના સવાલો વિષે કેટલી સુંદર છણાવટ થઈ. સરદાર સાહેબનું પ્રવચન વાંચોને, એ ત્યાં જ બોલ્યા છે, “દેશી રાજ્યોના સવાલની ઠીક સફાઈ કરવાની જરૂરત છે. કૉંગ્રેસી આગેવાનો વ્યક્તિગત દેશી રાજ્યની પ્રજાઓને મદદ કરવા તૈયાર છે. પરંતુ દેશી રાજ્યોમાં પોતપોતાની સમસ્યાઓ પ્રમાણે ત્યાં પ્રજા સમિતિઓ રચવાની જરૂર છે.” આમાં હરિપુરા કૉંગ્રેસમાં સરદારનો મત સ્પષ્ટ જ છે. વળી સરદારે એક વખત દેશી રાજ્યોના કાર્યકર્તાઓને કહેલું કે તમે બહુ કૂદાકૂદ કરો છો, પણ તમારે ત્યાં દીવા તળે અંધારું છે, એનું શું? તાલીમ, શિસ્ત, પાકી તૈયારી વિના સરદાર ક્યાંય સરદારી લેતા નથી. : એ વાત બરાબર, પણ અમારે માથે કેવી વીતે છે, એની તમને ખબર છે ? વેઠ, જેલ, માર, અમારા રાજાઓના જુલમ, અમારા દેશી દેશી : એમના રાજમહેલના ખરચા , વિલાયત જવાના ખરચા, ઇસ્ટેટના

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126