Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૧૭
નવભારતના ભાગ્યવિધાતા જાનવરોને પરણાવવાના ખરચા, અંગ્રેજી અમલદારોને આપવા
લાંચરુશવતના ખરચી. ચોથા બાપુ : ચૂપ રહો. અમારા ખરચ કી બાત કરતે હો, અમ અંગ્રેજી ફોજ
કુ અમારા મુલકમેં રખતે હૈ. હું હય કોઈ યુરોપકી રિયાસત
જહાં અંગ્રેજી ફોજ હંમેશાં ઠરતી હય, ક્યું બોલા નહીં ? દેશી : સહી બાત ! મહારાજ ! સહી બાત ! ચોથા બાપુ : હમારી ફૌજ અંગ્રેજી હય. હમારે વહાં ઇન્કમ ટૅક્ષ કા દફતર
ભી નહીં, ઔર ટૅક્ષ ભી નહીં. હી હી હી હી. દેશી : હા, હા, એ એમ કહી શકે છે. ખેડૂત પાસે ચોથ તો શું, પણ
અરધા પાકની ઊપજ લઈ લે, અને ઇજારાશાહીમાં લૂંટે એ
અવાજ : એ બધું બરાબર. બાપુશાઈમાં કેટલુંક સારું પણ હતું, છતાં
આખરે તો એ હિન્દની ધરતી ઉપર ખરજવા-ચકામા જેવા જ હતા, એની નથી ગાંધી બાપુએ ના પાડી, કે નથી સરદાર વલ્લભભાઈ સાહેબે ના પાડી, સરદાર સાહેબ તો કહેતા કે કોંગ્રેસની લડત પાકી તૈયારી, અને પૂરી સહન કરવાની શક્તિ વિના દેશી રજવાડામાં ઉપાડી, તો ત્યાં બ્રિટિશ સરકાર અને દેશી રાજા બંને ભેગા મળી ઝૂડશે. માટે પ્રત્યેક રજવાડામાં પ્રજાપરિષદો ભરો. વળી એક બીજું ચિત્ર પણ વિચારવા જેવું છે. કેટલાકે બ્રિટિશ રાજ્યમાં આવી હો હા કરી જાય છે. પોકાર કરે છે, પણ જ્યાં એમના દેશી રાજ્યમાં પાછા ફરે છે
ત્યાં આ પ્રકારનો સંવાદ યોજાય છે. સાંભળો : બાપુ : તો તમે મુંબાઈની હવા ખાઈ આહવા, નહીં ભગાભાઈ શેઠ ! ભગાભાઈ : હા બાપુ ! એક બાપુ : અને ઓલા ગાંધીવાળાની સભામાં પણ પોંકી ગ્યાતા, નહીં શેઠ !
મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન
૧૭૩ ભગાભાઈ : ઈ તો બાપુ, જરા રંગ જોવા, પડોશી હંગાથે ગયો - તો જરા
જોઈએ તો ખરા, એમ, બાકી આ ગાંધીવાળા રેંટિયો ચલાવે
અને ખાદીઓ કાંતે એમાં કોઈ સરકારને બીવાપણું છે શું? બાપુ : પણ અમારા દીવાનસાહેબ પાસે તો તમે ત્યાં ભાષણ ફટકારેલાં
એવા સમાચાર છે ! ભગાભાઈ : હોય નહીં બાપુ-હું ત્યાં ભાષણ કરું ? બાપુ : ઈના ફોટોગરાફો પણ આઇવા સે ! ભગાભાઈ : બાપુ, ભળતા જ માણસોના ફોટા-લોકની ઠઠ ઊછળતી ચાલે
ઈમાં બધા ભળતા જ દેખાય, બાકી બાપુ ! બાપુ ! અમેબાપુ : એમ માનો, પણ અંગ્રેજ જેવી તાકાતવાળી સરકારે પણ નમતું
જોખી ઓલા મોંટેગ્યુ રિફાર્મ આપી દીધાં, અને ઈજ જે જેલમાં હલવાયા'તા ઈ પરધાનની ખુરશી ઉપર ચઇઢા છે, જો તાલમાં આવી ગિયા તો માળા અંગ્રેજ અમલદારોને પણ હવે ઈ જ જેલ
ભેગા કરવામાં પાછા નહીં પડે. ભગાભાઈ : બાપુ ! આ ગાંધીવાળા એવા વેરઝેરમાં માને એવા નથી. આપની
આ વાત જરા વિચારવા જેવી છે ખરી, પણ એમ અંગ્રેજો નમતું નહીં જોખે. ભલું હશે તો એ પાંચ માસમાં ઈ પરધાનોને પાછા
ખુરસી ઉપરથી ઉઠાડી પણ મૂકે. બાપુ : ઈ તો અમે રાજાઓએ હજી હાથે કંકણ નથી પેઇરા. અમે જ
એક થઈ ભેગા ઠરાવ કરવાના છીએ કે બ્રિટિશ સરકાર ધોળી ટોપીવાળાની પાકી ખબર લઈ લીએ. નહીં તો હિન્દુસ્તાનનું
સત્યાનાશ ધોવરાવશે. ભગાભાઈ : આપની એ વાત સવા વીશ, બાપુ, અમે આપની પડખે નહીં
ઊભા રહીએ તો દાઢી-મૂછ મુંડાવી દઈએ. બાપુ : હી હી હી હી હી : અલ્યા કોણ છો હાજર ? દીવાન સાહેબને
કહો કે પેલા છેલ્લા ચોપડા ખરીદિયા છે તે આંહી હાજ૨ કરેઅવાજ : બાપુ, આ રિયો ઈ ઢગલો !