Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 95
________________ મહાસભાના પ્રમુખમાંથી ભારતના ગૃહપ્રધાન ૧૫ ૧૭૪ નવભારતના ભાગ્યવિધાતા : હાં. આ કોઈ હૈયાફૂટાએ ઓલા વલ્લભભાઈ સરદારનું જીવનચરિત લઇનું છે એમાં કહેશે કે વલ્લભભાઈ જ્યારે નાના હતા, ત્યારે કોઈ શરત બકવામાં હામાવાળાએ દાઢીમૂછ ઉતરાવવાની શરત બકેલી : ભોગ જોગે વલ્લભભાઈ શરત જીઇતા. તે લાગલો જ નાઈ બોલાવી હામાવાળાની મૂંછ ઉતરાવી દીધેલી. ભગાભાઈ : હા બાપુ, એ વાત અમે પણ સાંભળેલી છે. બાપુ : તો ઈમ તમારા ગાંધીવાળાઓનો જ દાખલો છે. એટલે અમે તો દરબાર ભરી શેઠ તમારી પણ દાઢીમૂછ ઉતરાવી દઈશું. ભગાભાઈ : હા બાપુ -આપની મરજીમાં આવે તો હાલમાં ઉતરાવી દઈએ . અમે તો બાપુ, આપના છોરુ કહેવાઈએ. વફાદારીમાં જરા ઊણા ન પડીએ. બાપુ : અને છતાં મુંબઈમાં ગાંધીવાળાની મીટિંગમાં ઊપડ્યા'તા. હંભાળજો . પછી મને કહેતા ન આવતા. ભગાભાઈ : બાપુ, આપના આ પગ અને આ મારું માથું. ઉતારી લ્યો. : દેશી રાજ્યના ભાઈ પ્રજાજન ! આ બેમુખી નીતિ ન ચાલે. લઢવું છે, તો રાજાઓને સ્પષ્ટ કહો કે પ્રજાઓના અવાજને નિયમસર તમારા વહીવટી તંત્રમાં સ્થાન આપો. જેટલો વહેલો આપશો, એટલો રાજા પ્રજાને લાભ. મોડો આપશો એટલો રાજામહારાજાઓને ગેરલાભ અને અંગ્રેજો તો એમનું રાજ્ય યાવતું ચંદ્ર દિવાકર સુધી ભારતમાં ટકી રહે એ માટે એમનાથી બનતું કરશે જ. કરે જ છે. હવે આગળ ચાલશું. ૧૯૩૮ની સાલ જ જુઓ. સરદારે ૧૯૩૮માં તો તમારા દેશી રાજ્યના સવાલને પાકો હાથમાં લીધો. દેશી : એમ, શી રીતે ? મને સમજાવો. અવાજ : ભાઈ, જગજાહેર વાત છે. ૧૯૩૦-'૩૫માં દેશી રાજ્યના યુવાનોના હૃદયમાં ભારે સંક્રમણ ચાલ્યું, બુદ્ધિ સજાગ બની, પરિણામે એમણે ગાંધી સાહિત્યનો સારો અભ્યાસ કર્યો. ૧૯૩૮-'૩૯માં તો કાશ્મીરથી ત્રાવણકોર સુધી દેશી રાજ્યોમાં સારી જાગૃતિ આવી. ઉત્તરમાં પહેલું નાભા, પછી કાશ્મીર, રાજસ્થાનમાં અલવર, ઉદેપુર જયપુરમાં પ્રજાએ સારું સંગઠન કર્યું, એમાં જયપુરમાં દીવાન હતો તે અંગ્રેજ. : જયપુરમાં રાજા રજપૂત અને દીવાન અંગ્રેજ !. અવાજ : કેમ ન બને ? સૌરાષ્ટ્રમાં આટલા બધા રાજાઓ, રાજ્ય તો રાજકોટના પોલિટિકલ એજન્ટનું જનમાળા રાજકોટમાં રાજકુમાર કૉલેજ ચલાવે. મૂળ તો સ્કૂલ, નામ ત્યારે કૉલેજ, ભણાવે કેવળ અંગ્રેજી રીતભાત-ભુલાવે હિંદની મૂળ સંસ્કૃતિ ! દેશી : એ તો જાણીતી વાત છે. અવાજ : પછી ઓરિસ્સા, હૈદરાબાદ, મૈસૂર, ત્રાવણકોર સ્ટેટોમાં મહાસભાની સમિતિઓ રચાઈ એક અપવાદ સારો, અને ખરો. દેશી : સારો ? અવાજ : દખ્ખણમાં ઔધ રાજ્ય પ્રજાને જવાબદાર રાજતંત્ર આપવા પહેલ પણ કરી. પ્રજાની ઉન્નતિમાં રાજ કુટુંબે આગળ પડતો ભાગ લેવા માંડ્યો. પણ બીજે અંધારું, ધબડકા એટલે પ્રજામાં સંગઠન વધ્યું. પરિણામે ૧૯૩૯ની ત્રિપુરા કોંગ્રેસમાં દેશી રાજ્યો પ્રત્યે નીતિમાં સારો જેવા ફેરફારનો ઠરાવ આવ્યો. : બહુ મોડો. : બસ બબડવાના જ તમે. અરે ભાઈ, હજુ તો બધા નેતાઓને ફરી વાર જેલ જવાનું બાકી છે. સરદાર સાહેબ અને ગાંધીજી બંનેને. મૈસૂરે પણ સારી નીતિ જાહેર કરી. ૧૯૩૮માં મૈસુર રાજ્ય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ધ્વજવંદન કર્યું. અવાજ

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126