Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 75
________________ ૧૩૪ નવભારતના ભાગ્યવિધાતા કિશોર : અમદાવાદમાં ? મારકંડ : હોય ? ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગમાં સખત વરસાદ અને ભારે વાવાઝોડું . છ દિવસમાં બાવન ઇંચ પાણી ! તાર, ટપાલ, રેલવે, ગામડાં, શહેરો પાણીમાં. એકબીજા સાથે કશો સંબંધ જ નહીં ! એવા વરસાદમાં સરદાર પલળતે લૂગડે રાતે, શહેરમાં ફર્યા. ઇજનેરોને ઉઠાડ્યા, મજૂરો એકઠા કરી, નાળાં, સડકો, બંધિયારો તોડાવી શહેરને ડૂબતું બચાવ્યું. એકલા અમદાવાદમાં છ હજાર ઘરો પડી ગયાં તો ગામડાં ગામમાં શું ? છાપાંઓમાં પછીથી એ વખતના છપાયેલા લેખો વાંચો. શરીરમાંનાં હાડકાં થીજી જશે. ચારપાંચ દિવસો સુધી ગામડાના લોક વરસતે વરસાદે ઝાડ પર ટિંગાયેલા રહ્યા. નાગ, સાપ પણ-સાથે-જે પડ્યા તે મર્યા, તણાયા. કોમે કામ જાતભાત ભૂલી મંદિર-મસ્જિદમાં માંડ માંડ રહ્યા. ઘણા મર્યા. ખેતરની જમીનો નકામી થઈ ગઈ. ભારે આફત આવી. ખુશાલભાઈ : પણ એમાં સરદારે કસાયેલા, પ્રમાણિક, નિઃસ્વાર્થી દેશસેવકોની ફોજ ઊભી કરી ગામડે ગામડે અને શહેરે શહેર, જિલ્લે જિલ્લે રીલિફ કમિટીઓ ઊભી કરી. રેલ સંકટ નિવારણ ફંડ ખોલ્યું. ખૂબીની વાત તો એ કે ત્યારે વિઠ્ઠલભાઈ પટેલ સાહેબ દિલ્હીની ધારાસભામાં પ્રમુખ તે ત્યાંની બેઠક પૂરી થતાં ગુજરાતમાં પોતાના નાના ભાઈ વલ્લભભાઈ સાહેબના હાથ નીચે સ્વયંસેવક તરીકે કામ કરવા આવ્યો. કિશોર : શ્રી વિઠ્ઠલભાઈ પટેલ જાતે ? મારકંડ : તો શું પ્રોક્સીથી, આડતિયા મૂકીને આવ્યા હશે ? હા, જાતે પોતે. ખુશાલભાઈ : એટલે તો દાદુભાઈ દેસાઈ, અબદુલકાદર, બાવઝિર જેવા અગ્રણીઓ ચારે કોર ફરવા લાગ્યા. વિઠ્ઠલભાઈ સાહેબે તો વાઇસરૉયને નોતરું આપી આ હોનારત જોવા, નડિયાદ બોલાવ્યા. ત્યાં એમના માનમાં મેળાવડો કર્યો. આ બારડોલી “ભારતકી થર્મોપોલી” ૧૩૫ કિશોર : ત્યારે વાઇસરોય કોણ ? મારકંડ : હું ધારું છું કે લૉર્ડ ઇરવિન હતા. ડિસેમ્બરની ૧૧મીએ એ નડિયાદની આજુ બાજુ ફર્યા. ત્યારે ગાંધીજી બેંગ્લોરમાં માંદગીની પથારીએ પડ્યા હતા. એટલે સરદારે આખા ગુજરાતનું સંકટનિવારણનું કામ માથે લઈ લીધું અને અડીખમ સાથીદારો તૈયાર કર્યા. ખુશાલભાઈ : છોટે સરદાર તે કવિ વસંત વિનોદી. તે ચંદુલાલ દેસાઈ, ડૉ. સુમંત મહેતા, એમના ધર્મપત્ની શારદાબહેન મહેતા, કલ્યાણજીભાઈ, દયાળજીભાઈ, દરબાર સાહેબો તો હતા જ, અબ્બાસ તૈયબજી સાહેબ, હો...હો... જો પલટન ઊભી કરી હતી. કિશોર કે પછી બારડોલીનું શું થયું ? ખુશાલભાઈ : સાંભળો તો ખરા, ખુદ સરકાર અને એના અમલદાર સરદારનું કામ જોઈ દાંતમાં આંગળી પકડી ગયા. આવું ઉત્તમ કામ. સરકારે તો સરદારને માનચાંદ આપવાના વિચાર કર્યા. એ જ સરકાર બારડોલીની બાબતમાં બગડી, બગડી તે એવી બગડી કે, સરદારને બોલ્ઝવિસ્ટ, લેનિનનો અવતાર, એવી તરેહવાર ગાળો દેવા મંડી. ગુજરાતમાં એને બહારથી આવેલા ચળવળિયા કહી ભાંડવા મંડી. એવી અવળચંડી એ સરકારને શું કહેવું ? કિશોર : બધી વાતો કરો છો, પણ બારડોલી-ભારતની થર્મોપોલી કહી લલકારતા'તા, તે બારડોલીની વાત જ નથી કરતા ! ખુશાલભાઈ : રેલસંકટ-લીલો દુકાળ–આખા ગુજરાતમાં, ગાંધીજી ગુજરાતની બહાર, અને સરદારે મધરાતે પેન્સિલથી ચિઠ્ઠી લખી નાણાં અપાવ્યાં. કોઈ અનાજ વિના ભૂખ્યું ન રહે, કપડાં વિના ટાઢે ન મરે, અને બી કે ખેતીના સાધન વિના ખેતરમાં એક ચાસ પણ જમીન વાવેતર વિનાની ન રહે, એ સરદારની નેમ, તે શબ્દેશબ્દ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126