Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
નવભારતના ભાગ્યવિધાતા છું. પેલા ત્યાંના અંગ્લોઇન્ડિયન સાહેબોને દહેશત હતી કે, રખેને હિન્દીઓ ઢગલેબંધ બારિસ્ટર થવા આવશે, તે એમની દહેશત સાચી કરવા ગયો, પણ સાહેબને કહોની કે આમ આડી વાતે કેમ વળગો છો. આ એમના અમલદારો બેઠા છે, એમણે
અમારી ઉપર કેટકેટલા જુલ્મો કર્યા છે, એનો તો હિસાબ પૂછો. રામભાઈ : સાહેબ એમના અમલદારોનાં કરતૂતો જાણવા નથી આવ્યા.
એ તો બોરસદ તાલુકામાં સત્યાગ્રહ કરી, આ કહેવાતો દંડ ન
ભર્યો, એનાં કારણ જાણવા આવ્યા છે. પશવો
: એનું કારણ જ આ અમલદારો છે, એમ એમને કહો. એ બધા સત્યવાદીના અવતાર, અમે ગુનેગાર, રોજ સવાર-સાંજ પોલીસ ચોકીએ અંગૂઠો મારવા જનાર. એ તો હું પશાભાઈ બારિસ્ટર છું, એની જાણ થઈ ત્યારે મને માફી મળી, નહીં તો મારા નસીબમાં યે અંગુઠો અને દંડ બંને લખાયા હતા ! રામભાઈ ! સાહેબને જપ્તીની તો વાતો કરો. દંડના બદલામાં કેટકેટલી
૨કમો લૂંટી છે તે લાટ સાહેબને કાને નાંખોને. રામભાઈ : પણ સાહેબ પૂછે ત્યારે ? પશવો : સાહેબ બધી વાતનો તાગ કાઢવા આવ્યા છે. તે એમણે જાણવું
તો રહ્યુંને કે, એમના રાજ્યમાં કામ કરનાર કામદાર કેવા કેવા પ્રકારના છે. સાહેબ બેઠા છે એટલે આ કામદાર અધિકારીઓથી
ચું કે ચાં થવાની નથી. રામભાઈ : તો એક પછી એક બોલવા માંડો, એટલે હું ટપકાવી એમને કાને
નાંખતો જાઉં ! એક : સાહેબ, ચાર રૂપિયાની રકમ વસુલ કરવા માટે મારી એક
પેટલાદ મિલનો રૂ. ૧૦૦નો શેર જપ્તીમાં લઈ ગયા છે. બીજો : અને સાહેબ, હું રાસ ગામના ખેડૂત.. રૂ. ૭ના બદલામાં મારી
બે ભેંસોને પકડી લઈ ગયા છે.
બોરસદના સરદાર અને હૈડિયા વેરો
૧૨૧ ત્રીજો : રામજીભાઈ ! કહો સાહેબને, હું દાવોલ ગામનો. મારા ઘરમાં
ઘૂસી ઘી, તેલની બરણીઓ જપ્તીમાં લઈ ગયા છે, અને હવે એ ખાલી પણ મળશે કે કેમ એની શંકા છે. મારા પડોશીને ત્યાંથી દાણાની ગુણો ઘસડી લઈ ગયા છે. એ બધું તો ખરું, પણ સાહેબ, સરકારના ત્રાસના બળે લોકોમાં સરકાર સામે એવી તો નફરત જાગી છે કે કોઈ નોકર-ચાકર, પટાવાળા, મજૂર, જપ્તીના
માલને ઊંચકવા તૈયાર નથી. અ. ૧ : રામજીભાઈ ! આવા અન્યાયી કરવેરા યા દંડ ઉઘરાવવા બોદાલમાં
મામલતદાર સાહેબ પધાર્યા, ત્યારે મુખીને બોલાવવા એમણે પટાવાળાને મોકલ્યા. મુખી પટેલ પોતાનું કામ પરવારી આવ્યા, ત્યારે મુખી અને મામલતદાર સાહેબ વચ્ચે જે સંવાદ યોજાયો હતો તે મેં, હું ત્યાં હાજર હોઈ લખી લીધો હતો, અને એ હું આ મારા બે મિત્રને ગોખાવી, અહીં લઈ આવ્યો છું. એ મામલતદાર સાહેબ પણ અહીં હાજર છે, તે પણ લાટસાહેબ ભેગા સાંભળે, અને એમાં ક્યાંક ખોટું હોય તો એ પોતાનો વિરોધ દર્શાવે.
આવો ભાઈ મુખી અને મામલતદાર. રામભાઈ ? તો તમે બરાબર મુખી અને મામલતદારના પહેરવેશ પણ પહેરી
લાવ્યા છોને ? એક : તો જ સાહેબને થોડું મનોરંજન પણ મળેને? ચલો, પહેલાં
મામલતદારને પૂછે છે. બરાબર થયો તેવો સંવાદ રજૂ કરી
બતાવો. મામલતદાર : મુખી ! ગામમાં કેમ ચાલે છે ? મુખી : સાહેબ , ગામ મક્કમ છે. આ કહેવાતો અન્યાયી દંડ યા હૈડિયા
વેરો ભરવા ગામલોક ના પાડે છે. મામલતદાર : અમે અહીં ક્યારના આવ્યા છીએ તો પણ તમારા હિસાબમાં જ