Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 66
________________ ૧૧૩ પશવો નવભારતના ભાગ્યવિધાતા થોકડો બતાવતો. પશવો : સાહેબ ! અરજ કોને કરે ! આ મામલતદાર, ફોજદારથી ઠેઠ હોમ મેમ્બર સાહેબ સુધી કરેલી અરજો અહીંની પોસ્ટ ઓફિસમાંથી સરકારી હુકમ થકી અટકાવી દીધી હશે કે શું, તે આ ઢગલો હું પસ્તીવાળાને ત્યાંથી લઈ આવ્યો છું. અ. ૩ : સાહેબ, મોટાભાગની અરજીના લિફાફા પણ ફોડ્યા નથી, તો આપના વાંચવામાં તો ક્યાંથી આવે ? : આ બીજો ઢગલો, આ અરજાં તો કેટલી મહેનત લઈ અંગ્રેજીમાં લખ્યાં હતાં. જુઓ સાહેબ. અ. ૩ : હવે વધારે અરજો અમે કરવાના નથી, કારણ પ્રજાનો સરકાર માંથી વિશ્વાસ ઊઠી ગયો છે. : સાયેબ, આ અરજીઓનો આવો અંજામ કરવામાં આવ્યો, તે માટે આપ લાટ સાહેબ આપના આ મામલતદાર કલેક્ટર સાહેબને જ પૂછીને એમની પાસેથી જવાબ લ્યો તો સારું ! રામભાઈ : લાટસાહેબ કહે છે કે અરજીની વાત જવા દો. તમે કરવેરો કેમ નથી ભર્યો ? પશવો : રામભાઈ ! આ તો વાત ફેરવવાની વાત થઈ. લાટ સાહેબને કહો કે જેવા અરજીનાં ફેસ્તાં, એવી આ મામલતદારની નોટિસોના ઢગલા. અમારી જમીન એમણે ખાલસા કરી છે. રામભાઈ : લાટ સાહેબ કહે છે કે તમે કરવેરા ન ભરો તો શું થાય ? જમીન ખાલસા થાયને ! પશો તો શાયેબને કહો કે પહેલા આ કરવેરો શેનો છે તે તો પૂછો. આ કરવેરો નથી, દંડ છે શાબ દંડ ! રામભાઈ : શેનો દંડ ? પશવો બોરસદના સરદાર અને હૈડિયા વેરો ૧૧૭ પશવો : ગામમાં હારવટિયા પકડાતા નથી એને પકડવા માટેનો દંડ સાહેબ, બારવટિયા અને પોલીસ બંને મળી ગયા છે. તમારી પોલીસ જ બારવટિયા પાસે લૂંટફાટ કરાવે છે, એમાં પોલીસનો ભાગ છે. પોલીસ પૈસા ખાય છે. અવાજ : અને ઉપરથી પોલીસ તૈયતને લૂંટે તે જુદી. મારે પણ.... રામભાઈ : પોલીસ શી રીતે લૂંટે ? કહો નામદારને. પશવો : પોલીસને રોજ ખાવા શાકભાજી જોઈએ. દાણો જોઈએ. એમના ઘોડાઓને ખવડાવવા ઘણા દાણા જોઈએ. એ બધું ધોળે દિવસે ખેડૂતોને માર મારી લઈ જાય, ઉપરાંત એમને માર મારવાના, લૂંટ કરવાના સરકારી હુકમોનાં આ કાગળિયાં. રામભાઈ : સાહેબ પૂછે છે કે એવા હુકમો ઉપર લાટ સાહેબની સહી છે ? પશવો : ના શાયબ ! લાટ સાહેબના હથિયાર હાથારૂપ આ સામે બિરાજેલા મામલતદાર સાહેબની સહી છે. રામભાઈ : કોણાબરાબર આંગળી કરી, તે મામલતદાર સાહેબને બતાવો. પશો : પેલા ગુસ્સામાં ડોકું નીચું ઘાલી બેઠા છે તે – પણ સાહેબ એ એકલા નથી. મામલતદાર, ફોજદાર મંજિસ્ટ્રેટ બધા જ આ ચોરી-લૂંટફાટમાં બહારવટિયા પાસે ખૂન કરાવવામાં-ષ્ઠિવડાવવામાં ભાગીદાર છે. એમાંથી કોઈ બચેલો હોય તો આવી જાય અમારી સામે અને છાતી ઉપર હાથ મૂકી જવાબ આપે. રામભાઈ : સર મોરિસ હાવર્ડ ખાતરી આપે છે કે પોતાના અમલદાર સાહેબોને પછી પૂછશે. પણ આ બહારવટિયાઓનો રંજાડ કેટલા વખતથી શરૂ થયો, તે જણાવો. અવાજ : પોલીસની દાનત બગડી તે દિવસથી, સાયેબ ! રામભાઈ : દાનત કેવી રીતે બગડી ? પશવો : તે હું સમજાવું. મૂળ તો સાહેબ, ક્રિમિનલ ટ્રાઇબ ઍક્ટ એ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126