Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
બોરસદના સરદાર અને હૈડિયા વેરો
: પાત્રો : રામભાઈ, પરાવો, મુખી, મામલતદાર, ડી.એસ.પી.
રામભાઈ : જુઓ ભાઈ ! આજની સભાનું કામકાજ અત્યંત શાંતિથી કરવાનું
છે. આજે મુંબઈના લાટ સાહેબ એટલે ગવર્નર સાહેબના ખાસ અધિકારી જાતે અહીં પધારવાના છે. એમનું નામ સર મોરિસ
હાવર્ડ. પશવો : પણ રામભાઈ ! એમાં આપણો શો દા'ડો વળશે ? રામભાઈ : ભાઈ, આપણે આપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ, અને આપણા
નેતામાં વિશ્વાસ રાખવો જોઈએ. શ્રી વલ્લભભાઈ સાહેબ મહાસભામાં હાજરી આપવા કોકોનાડા ગયા છે. એમનું છેલ્લું મુંબાઈમાં બોરસદના સત્યાગ્રહ વિશેનું ભાષણ વાંચો. એમાં
એમણે શું કહ્યું છે, તમે પશવાભાઈ એ વાંચી સંભળાવો તોપશવો : વલ્લભભાઈ સાહેબ કહે છે : “સરકારના ખાનગી કાગળો મેં
મેળવ્યા છે. એમાં સરકારની મેલી ચાલ મેં બહાર પાડી છે. કાયદામાં ગુનો ગણાતો હોય તો સરકાર મારી ઉપર કેસ ચલાવે. સરકારી અમલદારોએ એક બહારવટિયાને પકડવા બીજો બહારવટિયો ઊભો કર્યો. એને બંદૂકો-કારતૂસો પૂરાં પાડ્યાં. એને લૂંટફાટ અને ખૂનો કરવા દીધાં. સરકાર મારા આ આરોપોનો જવાબ આપે ! અથવા મારી ઉપર કેસ ચલાવે.”
બોરસદના સરદાર અને હૈડિયા વેરો
૧૧૩ રામભાઈ : બસ...આ અહેવાલ મુંબાઈના છાપામાં પ્રગટ થયો એટલે નવા
આવેલા ગવર્નર સાહેબ સર લેસ્લી વિલ્સન જાહેરમાં મુકાયેલો આ આરોપ વાંચી ચોંક્યા. એથી એમણે પોતાના હોમ મેમ્બર સર મોરિસ સાહેબને મોકલ્યા છે. હમણાં એ આવવામાં. હવે તો કાં તો એ શ્રી વલ્લભભાઈ સાહેબને પકડે, યા પોતાની ભૂલ
કબૂલ કરે. પશવો : કઈ સરકારે પોતાની ભૂલ કબૂલ કરી છે ? રામભાઈ : અલ્યા ઉતાવળા ના થાઓ. આપણે વલ્લભભાઈ સાહેબની સલાહ
થી સત્યાગ્રહ કર્યો. હવે સરકાર ગભરાઈ છે. તો વાટાઘાટે કરવામાં નાનમ શી ? જુઓ તો ખરા હોમ મેમ્બર સાથે કલેક્ટર, કમિશનર, મૅજિસ્ટ્રેટો બધા હાજર રહેશે. અને આપણી પાસે વિગતો તૈયાર છે. સવાલજવાબમાં બધી વાતનો નીડરપણે જવાબ આપીશું, તો ભલે સરકાર ભૂલ કબૂલ ન કરે, પણ પીછેહઠ તો
કરશે જ . બેત્રણ : બરાબર છે, આ હૈડિયા વેરો તો એક કાળી ટીલી સમાન જ છે. પશવો : રામભાઈ, હું તો તાજેતરમાં વિલાયતથી બારિસ્ટરીનું ભણીગણી
આવ્યો છું. આ હૈડિયા વેરો તે શું ? રામભાઈ : બહુ ટૂંકમાં સમજણ આપી શકું. કારણ સર મોરિસ હવે આવવામાં,
અને આપણે શિસ્તબદ્ધ સભા ચલાવવાની.... માટે ટૂંકમાં સમજી લ્યો. મુદ્દાઓ એમ છે કે, આ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ બહુ વધી ગયો. એમાં પોલીસ અને બહારવટિયા સાથે મળીને
રાતે બહારવટિયા લૂંટે, દિવસે પોલીસ લૂંટે. પશવો : પણ કોને ? રામભાઈ : પ્રજાને જ, ગરીબ રાંકડી કાયદાને પાળનારી પ્રજાને જ. પશવો : એમ !