Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૧૧૦
ક્લાર્ક : શટ અપ.
:
જીજીભાઈ : શહેરમાં ફરી ફરી વાર રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ નીકળ્યું. દિલ્હીના હોમ મેમ્બર સાહેબ ત્યાંથી શ્રી વિઠ્ઠલભાઈ પટેલ સાહેબ આગળ આપનાં જુઠ્ઠાણાં જાહેર થયાં. શ્રી વલ્લભભાઈ સાહેબનો જયજયકાર થયો, નાગપુર ઝંડા સત્યાગ્રહનો વિજય થયો. : શટ અપ. આજનો મારો છેલ્લો દિવસ છે. હું આજથી લાંબી રજા ઉપર ઊતરી જાઉં છું.
જીજીભાઈ : આ આપે ઠીક નિર્ણય લીધો.
ક્લાર્ક
ક્લાર્ક
નવભારતના ભાગ્યવિધાતા
: પણ સાંભળી લ્યો. હજી હું સત્તા ઉપર છું. તમારે માટે હું આ તમારી સવિસ માટે આ ખરાબ શેરો મારતો જાઉં છું, અને એથી તમે ડી-ગ્રેડ થશો. તમે આખરે બે-વફા નીવડ્યા છો.
જીજીભાઈ : કોને ?
ક્લાર્ક
: બ્રિટિશ સલ્તનતને.
જીજીભાઈ : જુઠ્ઠાણાં તો આપે ચલાવ્યાં. દિલ્હીની સરકારને ઊંધા પાટા આપે બંધાવ્યા. આપના જેવાના કારસ્તાનોથી તો બ્રિટિશ સત્તાની વહેલી ઘોર ખોદાઈ.
ક્લાર્ક
: શટ અપ ટ્રેઇટર.
જીજીભાઈ : હું ટ્રેઇટર નથી. આપ પધાર્યા તે પહેલાં મેં મારો ચાર્જ છોડી
દીધો છે. મારી નોકરી આજે પૂરી થઈ. હું પાકી ઉંમરે પેન્શન પર ઊતર્યો છું. હવે હું ધારું તે કરી શકું. ધારું તે કરી શકું. : તમે વલ્લભભાઈની ટોળીમાં ભળી જશો ?
ક્લાર્ક
જીજીભાઈ : જી. તમારા જેવા પણ એમની સત્તા સ્વીકારતા થશે, તમારા
જેવા કંઈક આઇ.સી.એસ.ની શાન એ ઠેકાણે લાવશે. તમે રજા ઉપર ઊતરો છો. મારી આગાહી છે અને સાચી બાતમી પણ છે કે આપ હવે આપની નોકરી પર પાછા નહીં ફરો, મિ. ક્લાર્ક ! : તમને શી રીતે જાણ થઈ ?
ક્લાર્ક
જીજીભાઈ : સર ! આંતર પ્રેરણા. આપ તો અહિંસક સરઘસ પર ગોળીબાર
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર
૧૧૧
કરવાના હતા. મિ. ક્લાર્ક, પણ હિન્દુસ્તાનનો કિનારો આપને છોડવા વારો આવ્યો. પધારો !
ક્લાર્ક
: જતાં પહેલાં હું દિલ્હી ફોન કરીને પણ તમારી ખબર લેવડાવીશ. દેશદ્રોહી !
જીજીભાઈ : સાહેબ – મિ. ક્લાર્ક, અમારા નેતા વલ્લભભાઈનો હુકમ છે કે અંગ્રેજો પ્રત્યે વેર નહીં રાખવું. ઉદાર દિલ રાખવું. અમારી ખબર લેવાવાળો તો ઉપર ભગવાન બેઠો છે. મેં જે વફાદારીથી બ્રિટિશ સરકારની નોકરી કરી છે, એટલી જ વફાદારીથી હવે શ્રી વલ્લભભાઈ સાહેબની નીચે સેવાકામ કરીશ.
ક્લાર્ક
: તે તમે એની ટોળીમાં ભળી જશો ?
જીજીભાઈ : હું એકલો નહીં. ધીમે ધીમે આખો દેશ. આપ જીવતા હશો તો
વિલાયતમાં છાપાંઓમાં આપ જેવા સિવિલિયનોના હાથ કેવા ભોંઠા પડે છે, તેના સમાચાર વાંચતા રહેશો. અને અને... અને—
ક્લાર્ક
:
જીજીભાઈ : જતે કાળે આપના યુનિયન જૅકને બદલે અમારો રાષ્ટ્રધ્વજ કેવો અને કેટકેટલે ઠેકાણે ફરફરવા માંડશે, એ વિશે પણ જાણશો. : યુ બ્રુટ. જીજીભાઈ : બ્રુટ ફોર્સ તો આપે વાપર્યો. હું આપને દેશ જવા સફળ સફર ઇચ્છું છું. બાઇ ! બાઇ !
ક્લાર્ક