Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૧૦૬
નવભારતના ભાગ્યવિધાતા જીજીભાઈ : હા સાહેબ ! આજે જ હમણાં મારી પાસે આવ્યું ‘ફરમાને આમ’, શહેનશાહ પંચમ જ્યૉર્જની જય–ફરમાને આમ.'
ક્લાર્ક
: એમાં શું છે ?
જીજીભાઈ : બ્રિટિશ સરકારને જેઓ વફાદાર રહેશે. તેઓ સુખી, બેફિકર
અને આનંદમાં રહેશે. જેઓ કાયદાનો ભંગ કરશે તેઓ ઉપર કામ ચાલશે.
ક્લાર્ક
: કામ ચાલશે, એ તો જાહેરનામામાં છે. પણ એમની ઉપર જાત જાતના જુલમ કરી એમને નાબૂદ કરવામાં આવશે.
જીજીભાઈ: હવે મારે આપની સમક્ષ કેટલીક સરકારી વાર્તા કહેવાની છે. ક્લાર્ક : જલદી કરો, મારે ગોરાઓની ક્લબમાં જવાનું છે.
જીજીભાઈ
: તો આપ સાંજે આપના બંગલા ઉપર નહીં હો ? કદાચ ત્યાંથી સરઘસ નીકળે તો ! વાવટો ફરકાવે તો !
ક્લાર્ક
: ઇમ્પોસિબલ . હું નાગપુરનો કિંમશનર છું. હું અહીંનો તાજ વિનાનો રાજા છું. જાણો છો. પેલા મિ. વલ્લભભાઈ પટેલ અહીં આવવાના છે. એ જેને ત્યાં ઊતરવાના હતા તેને જેલ કર્યા છે. બારણે તાળું છે. એ પાછા જશે, પાછા ગયા હશે.
જીજીભાઈ : સાહેબ દિલ્હીથી સરકાર તરફથી ખરીતો છે કે મિ. વલ્લભભાઈના
ભાઈ મિ. વિઠ્ઠલભાઈ પટેલ અને હોમ મેમ્બર સાથે કેટલીક સમજૂતી થઈ છે. સરઘસ શાંત હોય, અને શાંત રહે તો વાવટા સાથે સરઘસને જવા દેવામાં આવે.
ક્લાર્ક
: મિ. જીજીભાઈ ! દિલ્હી સરકારને અહીંની સ્થિતિનો ખ્યાલ નથી. એ કાગળ જાહેર ન કરો, ફાઇલ કરો, ના, ફાડી જ નાંખો. આ બીજા પટેલ કોણ છે ?
જીજીભાઈ : મિ. વલ્લભભાઈના મોટાભાઈ, ધારાસભાના સભ્ય છે.
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર
ક્લાર્ક
૧૦૭
: સિમ્પલ લૉજિક. જો વલ્લભભાઈ પટેલ જ અહીં નહીં આવી શકે તો એના મોટાભાઈ અને હોમ મેમ્બરની સમજૂતીનો અહીં સવાલ જ નથી.
જીજીભાઈ : સાહેબ, જમનાલાલ બજાજની ટુકડી વાવટો લઈ નીકળી. ક્લાર્ક : એમને પકડી લેવાનો મેં હુકમ આપ્યો છે.
જીજીભાઈ : કર્ણાટકથી હાર્ડીકરની ટુકડી નીકળી. ગુજરાતથી ખેડાની ભક્તિલક્ષ્મીબેનની, વિનોબાજીની ટુકડીઓ નીકળી.
ક્લાર્ક : સ્ત્રી અને પુરુષ... બધાંને જેલનો હુકમ છે. જીજીભાઈ : ડૉ. ચંદુભાઈ દેસાઈ ભરૂચથી ટુકડી લઈને આવ્યા.
ક્લાર્ક • જેટલે લાંબેથી આવશે એમને એટલી લાંબી જેલ મળશે. જીજીભાઈ : ગોકળભાઈ તલાટી, રવિશંકર મહારાજ ટુકડી લઈને નીકળ્યા
છે.
ક્લાર્ક
: જીજીભાઈ, મેં ક્યારના હુકમો આપી દીધા છે. એ ગમે તે હોય, ભણેલા અભણ બધા ઉપર બદમાશ હોવાની કલમ લગાવી જેલ કરવાનો મારો હુકમ છે.
જીજીભાઈ : સુરતથી ડૉ. ઘીઆ પચાસેક માણસો સાથે આવ્યા છે.
ક્લાર્ક
જીજીભાઈ
ક્લાર્ક
: હી હી હી હી. સ્ટેશન ઉપર જ એ ટોળી પકડાશે. મારા હાથ ચાર નથી, ચારસો છે. મેં નવો હુકમ કાઢ્યો છે. ભલેને એક માણસ વાવટો લઈને જાય, એ પણ સરઘસ ગણાશે.
: એક હોય તો પણ ? સાહેબ !
: એની આસપાસ બે-પાંચ એની આગળ દશ-બાર જણ હોય, એટલે મારા મૅજિસ્ટ્રેટ અને સરઘસ જ ગણશે. અને ભારેમાં ભારે સજા થશે. ઠીક મારે જરા ક્લબમાં જવું છે. તમે અહીં જ બેસજો, અને મને ખબર આપતા રહેજો.