Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 59
________________ ૧૨ નવભારતના ભાગ્યવિધાતા જીજીભાઈ : આ મે. ગાંધી સાહેબ અને મે. વલ્લભભાઈ પટેલ બંનેના ઐક્યનું પરિણામ. હવે એ બેને છૂટા પાડવા એટલે પાણીમાં ડાંગ મારવા બરાબર. આ ખેડા સત્યાગ્રહ, તો શરૂઆત છે. પ્રેટ : યુ આર રાઇટ. આ બીજી વાર મેં ગફલત કરી. જીજીભાઈ, આનો અર્થ એ કે હવે મિનરીતિ વધારે જોરથી ચલાવવી. ઉપરથી વાઇસરૉયના આવેલા હુકમોને ઘોળીને પીવા યા એને દબાવી રાખવા. જુલ્મની માત્રા વધારવી, તમારી વફાદારી માટે તમને પગારમાં બઢતી. જીજીભાઈ : થેંક્યુ સર..... ગુડ બાય (સંગીત : થોડી ક્ષણો બાદ) જીજીભાઈ : હું જીજીભાઈ, પગારમાં બઢતી, અને નોકરીમાં બદલી. અમદાવાદ થી નાગપુર-ગુજરાતમાં જ એક પ્રેટ હતા, એમ નથી. અહીં નાગપુરમાં પણ એક પ્રેટ નહીં, અનેક પ્રેટો છે. આ પ્રેટ સાહેબો, એની સાથે અંગ્લોઇન્ડિયન છાપાંવાળાઓ, બ્રિટિશ સરકારની હકૂમતના પાયા ઢીલા કરી નાંખશે. થવા દો. જે ટલા વહેલા થાય એટલા સારા. પણ પ્રેટો માને છે કે એ સરકારને મજબૂત કરે છે. હીહીહી... એ આ અહીં બીજા પ્રેટ આવ્યા, નાગપુરના કમિશનર સાહેબ ફરી ઔર જંગ ! મિ. ક્લાર્ક : મિ. જીજીભાઈ ! ગુજરાતમાં તમારી વફાદારીના સરકાર તરફથી ઘણા સારા રિપોર્ટ છે. અહીં નાગપુરમાં તમારા અનુભવની ઘણી જરૂર પડશે. યુ નો મિ. વલ્લભભાઈ પટેલ ? જીજીભાઈ : બહુ સારી રીતે સાહેબ, બહુ કાબેલ હોશિયાર કાર્યકર્તા. ક્લાર્ક : ચળવળ માટે. જીજીભાઈ : એ તો કોણ જાણે. પણ દેશપ્રેમી. ક્લાર્ક : યુ ર્થિક સો ? સત્યાગ્રહ : ખેડા અને નાગપુર ૧૦૩ જીજીભાઈ : હું તો સાહેબ, એક સરકારી વફાદાર નોકર છું. પણ પ્રજાનો મોટો ભાગ અને દેશપ્રેમી, નીડર, સત્યવક્તા લોકસેવક કહે છે. ક્લાર્ક : ધિસ ઇઝ નૉટ ગુજરાત...ધિસ ઇઝ નાગપુર, સી. પી. જીજીભાઈ : નાગપુરના કમિશનર સાહેબ ! આપ સરમુખત્યાર છો. ક્લાર્ક : હું છું જ. યુનિયન જેક ઈઝ યુનિયન જેક અંન્ડ ઘંટ ઇઝ ધી ઓન્લી જૅ ક. ડુ યુ રિસ્પેક્ટ ધી યુનિયન જંક ઑર નૉટ ? જીજીભાઈ : આઇ રિસ્પેક્ટ ઑલ જંક્સ સર. ક્લાર્ક : આઇ સે યુનિયન જંક ! જીજીભાઈ : યુનિયન જેક. ક્લાર્ક : વૉટ ઇઝ ધિસ રાસ્ટધજ ! જીજીભાઈ : નાગપુરના કમિશનર સાહેબ ! હું તો આપનો વફાદાર ક્લાર્ક છું. ક્લાર્ક : હેડ ક્લાર્ક. જીજીભાઈ : જી, હેડ ક્લાર્ક. ૧૯૨૨માં જબલપુરમાં સત્યાગ્રહ સમિતિમાં મ્યુનિસિપાલિટી ઉપર યુનિયન ઑકને બદલે રાષ્ટ્રધ્વજ ચઢાવવાનો ઠરાવ થયો હતો. તે પ્રમાણે રાષ્ટ્રધ્વજ ચઢાવવામાં આવ્યો. ક્લાર્ક : વૉટ - રાસ્ટધજ- તમને ખબર છે કે આ ચળવળખોરો સિવિલ લાઈન્સમાં એ ધજ સાથે સરઘસ લઈને આવવાના છે. સિવિલ લાઇન્સમાં. જીજીભાઈ : જી. સિવિલ લાઇન્સમાં. ક્લાર્ક : એટલે શું, સિવિલ લાઇન્સ એટલે ગોરાઓનો વસવાટ. જીજીભાઈ : તો સાહેબ, બીજે ક્રિમિનલો-ગુનેગારો વસે છે એમ ? ક્લાર્ક : પ્રેક્ટિકલી કાલેલોક, ઇન્ડિયન. સિવિલ ઇઝ સિવિલ. તમે નહીં સમજો અને ત્યાં વન મિ. વલ્લભભાઈ પટેલ એ ધ્વજ લઈને

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126