Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૧૦૦
નવભારતના ભાગ્યવિધાતા પ્રેટનું ભાષણ: હું કમિશનર પ્રેટ. મારી વાત તમે કાને ધરો. તમે શ્રીયુત મહાત્મા
ગાંધી સાહેબને અને મહેરબાન વલ્લભભાઈ સાહેબને બહુ વાર સાંભળ્યા છે. એમણે ગામેગામ ફરીને તમારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે. તમે જમીનના કબજેદાર છો. સરકાર મહેસૂલ નક્કી કરીનેયે મહેસૂલ નક્કી કરવાનો હક્ક કેવળ સરકારનો છે. બારિસ્ટર કે વકીલનો નથી. દીવાની કૉર્ટમાં પણ તકરાર જઈ શકે નહીં. સરકાર સિવાય બીજી કોઈ અહીં સત્તા નથી. અને સરકાર એટલે મામલતદાર સાહેબ. અહીં મે. ગાંધીજીનું રાજ્ય નથી. રાજ્ય નામદાર લૉર્ડ વિલિંગ્ડન સાહેબ વાઇસરૉયનું રાજ્ય છે. ઇંગ્લેન્ડના રાજાજીનું રાજ્ય છે. હા, મે. ગાંધી સાહેબ સારા માણસ છે. પવિત્ર છે. તે ગરીબોનો બચાવ કરવા નીકળ્યા છે. પણ ગરીબના બેલી તો સરકાર છે. પંચમહાલમાં હું કલેક્ટર હતો, ત્યારે ગયા દુકાળમાં મૈં – પ્રેટે – મદદ કરી હતી; ગાંધીજીએ નહીં. અમે સરકારે તળાવો બાંધ્યાં, ગરીબોને રોજી આપી, જમીનના કાયદાનો મને અઠ્ઠાવીશ વર્ષનો અનુભવ છે. શ્રીયુત ગાંધી મારા મિત્ર છે. પણ એમને હિન્દુસ્તાનનો કશો અનુભવ નથી. અમે તમારાં માબાપ જેવા છીએ. જો તમે પ્રતિજ્ઞા તોડશો તો તમે બચી જશો. નહીં તો તમારી જમીન ખાલસા થશે. ઘરબાર વિનાના થશો. ‘ગૉડ સેવ ધ કિંગ’.
***
પેટ
: જીજીભાઈ, મારા ભાષણની કેવી અસર થઈ ?
જીજીભાઈ : ખરું કહું સાહેબ ? આપના પછી શ્રી વલ્લભભાઈ સાહેબ જે બોલ્યા તે યાદ છેને કે કમિશનર પ્રેટ સાહેબે અમદાવાદની મજૂરોની સભામાં કહ્યું હતું – “ગાંધી સાહેબ તમને સાચેસાચી સલાહ આપશે તે પ્રમાણે ચાલશો તો તમારો સુધારો થશે, અને તમને ન્યાય પણ મળશે'. એ આપના જ શબ્દો.
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર
પ્રેટ
જીજીભાઈ : તો હવે ખેડૂતો ગાંધી સાહેબની અને પટેલ સાહેબની સલાહ પ્રમાણે ચાલશે, અને મહેસૂલ નહીં ભરે.
પ્રેટ : પણ એ તો મેં અમદાવાદમાં મિલમજૂરોની સભામાં કહેલું. જીજીભાઈ : બરાબર—આપ બે પ્રકારની સલાહ નહીં આપી શકો. મિ. પટેલે આપના જ શબ્દો આપની સમક્ષ વાપરી આપના ઉદ્દેશને અફળ બનાવ્યો.
પ્રેટ જીજીભાઈ
: હા, તે મેં સાંભળ્યું, તે ખરું છે.
પ્રેટ
: ...... આઇ સી !
જીજીભાઈ : સાહેબ ! વાઇસરૉય સાહેબે યુરોપના મહાયુદ્ધ માટે દિલ્હીમાં
બોલાવેલી સભામાં ગાંધીજીને નોતર્યા છે. અહીં સરકારે થોડું ઘણું તો મહેસૂલ માફ કરવું જ પડશે.
૧૦૧
પ્રેટ જીજીભાઈ
: જપ્તીઓ વધારો.
: આપણા મામલતદાર સાહેબો કંઈ બાકી રાખે એવા નથી. સંખ્યાબંધ ભેંસોને જપ્તીમાં લીધી છે. સ્ત્રીઓનાં વાસણ, ઘરવખરી લૂંટી, એ ખેડૂતોને જેલમાં ભર્યા છે.
પ્રેટ
: હુ રે.....
જીજીભાઈ : મુંબાઈમાં વિઠ્ઠલભાઈ સાહેબે સભા ભરી ત્યાં મે. ગાંધી સાહેબ
પણ બોલ્યા—સરકારના જુલમોને જાહેર કર્યા. નવાગામમાં મોહનલાલ પંડ્યા સાથે બસો માણસોએ ઊભો પાક હાથ કર્યો.
: હૈં... એરેસ્ટ ધ ગાઇ, જેલમાં પૂરો.
પ્રેટ
: એરેસ્ટ પણ ક્યાં – સરકારની તિજોરી ખાલી છે. જેલો ભરેલી છે. સાહેબ, આ મુંબાઈથી આવેલો તાર–
: વાંટ – સમાધાન, પકડેલાઓને છોડવા પડશે ? ધાકધમકીઓને ગળી જવી પડશે.