Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
પ૭
નવભારતના ભાગ્યવિધાતા રાખનાર નાજ રના દીકરા પ્લેગમાં ફસાઈ ગયા. પ્લેગની ગાંઠ નીકળી. પણ મિ. વલ્લભભાઈએ એની ભારે ચાકરી કરી. પણ પરિણામ અશુભ આવ્યું, દીકરો બચ્યો નહીં. એના સ્મશાનમાં બાળી આવ્યા બાદ ઘર આવતાં એમને પોતાને દુ:ખાવો શરૂ થયો, અને ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તપાસીને કહ્યું કે, આ તો પ્લેગની ગાંઠ છે. એટલે કોઈને કહ્યા વિના, પોતાની ધર્મપત્નીને પણ શું કારણ છે તે જણાવ્યા વિના ગાડીમાં પત્નીને લઈ, ગામ છોડી, ગોધરાથી નિકટના આણંદ સ્ટેશન ઉપર આવ્યા. ત્યાં પોતાની પત્નીને સમજાવી ત્યાંથી કરમસદ એને ઘર મોકલી આવ્યા અને પોતે પ્લેગની
ગાંઠ સાથે આણંદથી નડિયાદ ગયા. પ્રમુખ : બીજે ગામ ? પછી ? ડૉ. મહેતા : નડિયાદમાં પોતે જ જાતે ઇલાજો કર્યા, અને સાજા થઈ ગયા. પ્રમુખ : ધર્મપત્નીને સાથે નહીં લઈ જવાનું કારણ ? ડૉ. મહેતા : પ્લેગનો જીવલેણ એ ચેપી રોગ, એમાં બીજાને સંડોવવા
કરતાં ચૂપચાપ બીજાનું ભલું થાય, તે વિચારી, એકલા જ સંકટનો સામનો શા માટે ન કરવો, એવો સ્વભાવ. બીજા એક પ્રસંગમાં, કહેવા દો તો બીજા એવા બે પ્રસંગો છે, તે કહું, તો એકમાં જ્યારે બારિસ્ટરીના અભ્યાસ માટે એ પોતાના ગામથી મુંબઈ સ્ટીમર પકડવા ગયા, ત્યારે તે દિવસ સુધી ઘરમાં કે કોઈને કશી વાત કરેલી જ નહીં. તે જ દિવસે કૉરટમાં એક કેસ ચલાવતા. તે સાંજે પૂરો કરી, એમણે મુંબઈ તરફ જવાની તૈયારી કરી, તે રાત્રે જ ઊપડી ગયા.
અને બીજો ... પ્રમુખ : બોલો, અમે સાંભળવા તૈયાર છીએ.
સહનશક્તિ ડૉ. મહેતા : કૉર્ટમાં એક ખૂનનો કેસ ચાલતો. એ બચાવ પક્ષના વકીલ
હતા. થોડા દિવસ પહેલાં એમની ધર્મપત્નીની તબિયત બગડી હતી. તે એમને મુંબઈ ડૉક્ટરી તપાસ માટે લઈ ગયેલા. ત્યાં ડૉક્ટરોએ કહ્યું કે, તબિયત સુધરે પછી ઓપરેશન કરીશું. આમ પંદર-વીસ દિવસની ઢીલ પડતાં, એ પાછા ફર્યા અને કહેતા આવ્યા છે, જ્યારે ઓપરેશન નક્કી થાય ત્યારે જણાવશો. આવી જઈશ. પણ એ મુંબાઈથી નીકળ્યા, અને તરત બેત્રણ દિવસમાં એમની વહુની તબિયત વધારે બગડી અને એમનું અવસાન થયું. અહીં જે કૉર્ટમાં કેસ ચલાવતા હતા, ત્યાં તાર આવ્યો. હજી પોણો દિવસ બાકી હતો. કેસ પૂરો થયો ન હતો. એટલે તાર ગજવામાં રાખી મૂકી એમણે ચૂપચાપ કેસ ચલાવ્યો અને કેસ પૂરો થયા પછી દિવસને છેડે બધાને
ખબર કરી. આવી એમની છાતી હતી. પ્રમુખ : કેવો સ્વભાવ ! ડૉ. મહેતા : કેવી છાતી, હિંમત; દુઃખનો ડુંગર તૂટી પડે તોયે એમના
પેટનું પાણી ન હાલે, સહન કરવાની શક્તિ. ડૉ. પટેલ : મિ. મેરબાન–પ્રમુખ સાહેબ ! હું કંઈ કહું ? પ્રમુખ : હા, હા. જરૂર ડૉ. પટેલ, ડૉ. પટેલ : અમારા હિન્દુસ્તાનમાં જાતજાતની ફિલસુફી. એમાં એક ગીતા
નામના પુસ્તકમાં એવું લખ્યું છે કે, શોકમાં કે આનંદમાં બને ત્યાં સુધી તટસ્થ રહેવું. શોક આવે ત્યારે ગમગીન ન થવું. આનંદનો અવસર આવે ત્યારે એનો પણ અતિરેક ન કરવો. શ્રી વલ્લભભાઈને મન સુખદુ:ખ બંને સમાન જ હતાં. એમાં મનની કેળવણી, એથી હિંમત, એથી કેળવાયેલો સ્વભાવ, ટેવાયેલો સ્વભાવ.