Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
નવભારતના ભાગ્યવિધાતા તો વધારે જોરથી યસ સર કહેવું પડે. જેવી રેલવે, એમ જ સરકારે.
: શટ અપ. જીજીભાઈ : યસ સર, શટ અપ. મિ. પ્રેટ !
: જીજીભાઈ, હું તમારી સાથે ઉપરી તરીકે વાત નથી કરતો. ઉપરી તરીકે વાત કરીશ ત્યારે પહેલેથી ચેતવીને કરીશ. તમે
મને દરેક વાતમાં યસ સર ન કહો. જીજીભાઈ : સાહેબ, ટેવ પડી ગઈ છે. આ ટેવ પેઢી દર પેઢી ચાલે છે. આ
ટેવ દરેક સરકારી અમલમાં ચાલતી આવવાથી કોઠે પડી ગઈ છે. મુગલ રાજ્યમાં જી હજૂર કહેતા. હવે યસ સર કરીએ છીએ. એનો અર્થ જી હજૂર જ થાય. : હવે તમારું ટાહ્યલું બંધ કરો; અને મને સમજાવો. આ ખેડા | જિલ્લામાં ૧૯૧૭માં આટલો બધો વરસાદ થયો. ત્રીસને બદલે
સિત્તેર ઇંચ વરસાદ પડ્યો, તો પણ દુકાળ ! જીજીભાઈ : યસ સર...મિ. પેટ.
: ત્યારે તમે પણ મારી સાથે સંમત છો. ખેડામાં દુકાળ નથી. આ ચળવળખોરોનું તોફાન જ છે. ધ સેઇમ ઓછું વલ્લભભાઈ...હં.. કેમ બોલતા નથી, બોલોને. ખેડામાં દુકાળ કેવી રીતે હોયસિત્તેર ઇંચ પાણી પડ્યું, અને આ કહેવાતા પ્રજાના નેતાઓ
દુકાળ કહે છે. બોલોનેબોલો બોલો. જીજીભાઈ : યસ સર, મિ. પ્રેટ. પ્રેટ : યસ સર નહીં. ખરો જવાબ આપો. મને સમજાવો. યાદ રાખો
તમારે બે મોઢાં હોવાં જોઈએ. તમે સરકારી, અંગ્રેજ રાજ્યના
ક્લાર્ક છો. જીજીભાઈ : જી , એટલે મને બે મોઢાં જ છે.
સત્યાગ્રહ : ખેડા અને નાગપુર પ્રેટ : એટલે સાચી હકીકત અમારા જેવા અમલદારને જરૂર કહેવી.
પણ અમારી આગળ જ કહેવી. બહાર બીજું મોં અને અમે એ ઉપરથી જે નિર્ણય લઈએ તે નિર્ણય ભલે ઊલટો હોય, તો પણ એ જ સાચો છે, એમ સરકારના વફાદાર મુખે બહાર કહેવું.
ક્લિયર ! જીજીભાઈ : યસ સર. એ તો અમારે મન ક્લિયર જ છે. પણ કેટલાક
અમલદાર સાહેબો ખરી વાત પણ સાંભળવા તૈયાર નથી. આપ મિ. પ્રેટ આખી વાત સમજવા તૈયાર છો. પણ બીજા ગોરા અમલદારો તો અમને હાજી હા જ કરાવે છે. એની હવે ટેવ પડી ગઈ છે. ટેવ, વંશપરંપરાની ટેવ, ગોરા જ સાચા. અમે ખોટા. ઉપરાંત, અમારા હિન્દી અમલદારો તો અંગ્રેજોથી પણ સવાયા પાકે છે તે હાજી હા વધારે કરાવે છે. : ટાહ્યલા કર્યા વિના કહો, સિત્તેર ઇંચ વરસાદે દુકાળ કેવી રીતે
પડ્યો ? જીજીભાઈ : સાહેબ, વરસાદ ન પડે તો જમીનમાં કશું ન ઊગે, બરાબર ? પ્રેટ : બરાબર. જીજીભાઈ : અને મુશળધાર વરસાદ પડ્યા જ કરે, દિવસના તડકો પડે જ નહીં
તો, બી જમીનમાં વવાય જ નહીં. વાવીએ તો ધોવાઈ જાય, યા
કોહી જાય. સડી જાય. બહુ સાદી વાત છે. પ્રેટ : પણ આખરે પાણીને લઈને જમીનમાં ઘાસ તો ઊગે જ ને ? જીજીભાઈ : ઊગે જ છે. પણ આપ સાહેબ કે અમે હિન્દીઓ ઘાસ ખાઈને
નથી જીવતા. આપ તો કદાચ વિલાયતથી સ્ટીમરમાં જવ, મકાઈ મંગાવી શકો. અમે શું ખાઈએ ? કશું જ ન પાકે તો શું
ખાઈએ ? : આઇ સી. ઇટ ઇઝ એ પૉઇન્ટ.
પ્રેટ