Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
પ્રમુખ
ડૉ. પટેલ
પ્રમુખ
નવભારતના ભાગ્યવિધાતા : આ હું બરાબર સમજ્યો છું પણ બહુ ઓછી વ્યક્તિઓ
આ પ્રમાણે પોતાનો સ્વભાવ કેળવી શકે છે. : કેટલાકને એવા પ્રસંગો પણ ન આવે. અને આવે તો એનો
સદુપયોગ પણ ન કરી જાણે. : બરોબર છે. હવે આ બાબતમાં આ કમિટીના સભ્યોને જો
કોઈ શંકાસંશય હોય તો પૂછો, નહીં તો હું સભા બરખાસ્ત કરું. એ સાચી વાત કે, આ પ્રકારના પુરુષોમાં સહનશક્તિ ઘણી વિકસેલી હોય છે. અને આ ચોક્કસ વ્યક્તિ તો અસામાન્ય જ કહી શકાય. જે બેચાર દાખલાઓ આપણી સમક્ષ રજૂ થયા એ ઉપરથી અમને સહેજ પણ સંશય નથી. આપણે એવી વ્યક્તિના મનોબળનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. સભા બરખાસ્ત કરું તે પહેલાં હું ડૉ. પટેલનો ખાસ આભાર માનું છું. અને સભા પૂરી થયા બાદ હું તો અહીં એમની સાથે થોડી વધારે વાત કરવા બેસીશ. જે સભ્યોને બેસવું હોય તે બેસી શકે છે. થેંક્યુ. સભા બરખાસ્ત.
| * * * * * *
સહનશક્તિ
પલ ડૉ. મહેતા : અને મોટા કર્મવાદી એટલે જ–આસ્તિક, કર્મ કરવાની ટેવ
કહો, ફરજ કહો, એ ધર્માચરણ જ છે. દાખલા તરીકે, એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ બારિસ્ટર થવા ઇંગ્લેન્ડ આવ્યા,
ત્યારે એમના કુટુંબની દેખભાળ મિ. વલ્લભભાઈએ કરેલી. ડૉ. શાહ : નડિયાદમાં એમના મામાને ત્યાં છ મહિનાના બાળકની
દેખભાળ કેવી એમણે એકલે હાથે કરી હતી, એમ ફર્જનો,
ધર્મનો ખ્યાલ કેટલો ઊંચો. ડૉ. મહેતા : એવી વ્યક્તિ ધર્મમાં યા ઈશ્વરમાં ન માને, એ કેમ બને ? ડૉ. પટેલ : પણ હું એના કરતાં સારી સાબિતી આપું. મિ. વલ્લભભાઈના
એ સમયના કેટલાક પત્રો અમારી જાણમાં છે. એમાં એમના નાના ભાઈ નરસિંહભાઈ ઉપરનો પત્ર વાંચવા જેવો છે. પોતે ગોધરા છે. ત્યાં પ્લેગના દસ કેસ રોજના થાય છે. કામકાજ , ધંધો-રોજગાર લગભગ બંધ, છતાં લખે છે, ‘ભાઈ ! મારી જરા પણ ચિંતા ન કરતા. ખર્ચની બાબતમાં તમે ચિંતા ન કરતા. તમને કંઈ જરૂર હોય તો લખજો.' આ એમની કૌટુંબિક ભાવના. બીજા એક કાગળમાં નરસિંહભાઈને ફર્જનો બોજો વધ્યો કે, તરત જ રૂપિયા મોકલી આપવા લખ્યું, અને તરત મોકલ્યા. આ બન્ને કાગળમાં – હું પાસ થઈ ગયો, એ માટે ઈશ્વરનો ઉપકાર માનવો જોઈએ. આમ ઘણા કાગળોમાં ઈશ્વરની મરજી, ઈશ્વરની કૃપા-વાક્યો આવ્યા જ કરે છે એટલે એમને એ જે ઈશ્વરમાં માનતા હોય તે
એમાં પાકી શ્રદ્ધા. એમાં કોઈ શંકા નથી. પ્રમુખ : ડૉ. પટેલ, હું માનું છું, માણસ ગરીબાઈમાંથી મોટા થાય
તો એમની શ્રદ્ધા ઈશ્વરમાં હોય છે જ. જેઓ પૈસાદાર કુટુંબમાં જન્મે છે, ત્યાં કદાચ શ્રદ્ધા ઓછી હશે. યા નહીં જેવી હશે.
ડૉ. પટેલ : ભલે, આપણે હવે થોડા પાસે આવો, આ ખુરશીઓ ખેંચો,
આપણે અહીં જ નાનું કુંડાળું કરી બેસીએ. પ્રમુખ : ડૉ. પટેલ, મિ. વલ્લભભાઈને ઈશ્વરમાં શ્રદ્ધા ખરી ? ઈશ્વરમાં
માને ખરા ? ડૉ. પટેલ : જી. હા. એમના પિતાજી ધર્મનિષ્ઠ–છતાં બળવાખોર-અંગ્રેજો
સામેના મ્યુટિનીમાં પોતાની જુવાનીમાં ભાગ લીધેલો, અને મોટા ઈશ્વરભક્ત. એમ મિ. વલ્લભભાઈને પણ ઈશ્વરમાં શ્રદ્ધા. હા, આમ અમથા દેખાવ, મંદિરે જવું, ખોટા રોતલવેડા એમાં ન માને, પણ મોટા કર્મવાદી.