Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
નવભારતના ભાગ્યવિધાતા મચ્છરોથી ઊભરાતું. એમાં નર્યો ગંદવાડ જ ભરેલો, ત્યાં એક મ્યુનિસિપલ સભ્ય મિ. ફત્તેહ મહંમદ મુન્શીનું, તળાવ પાસે દિવાસળી બનાવવાનું કારખાનું. એને એ તળાવ ઉપયોગી. પોતાનું લાકડું એમાં પલાળ અને ભીનું રાખે, એવો એનો સ્વાર્થ. એ તળાવ ઉપર પોતાનો દાવો રજૂ કરી કબજો જમાવી બેઠો. સરકારમાં કેસ થયો તો ત્યાં એ હાર્યો, તો પણ મ્યુનિસિપલ કમિશનર આપણા શિલાડી નમતું ન આપે. એ, અને ફોહમહંમદ બે મળી ગયેલા. એક વાર, બે વાર કાવાદાવા થયા. આખરે શિલાડીએ એને લાંબા ગાળાને પટે અપાવ્યું ત્યારે ઠર્યો. પછી તો બીજા સભ્યો બગડ્યા, એમની સરદાર વલ્લભભાઈ પટેલે લીધી. અને શિલાડી સામે મ્યુનિસિપાલિટીમાં એના ગેરવહીવટ ઉપર ટીકા કરતો મોટો ઠરાવ કર્યો. ૯૩ હજાર ગજ જમીનવાળું ગંદકીથી ભરપૂર તળાવ પૂરી નાંખવું જ જોઈએ એવો બીજો ઠરાવ કર્યો. એ
ઉપર ફત્તેહ મહંમદની માલિકી સામે દાવો કર્યો. : ઐસા ઠરાવ તો અમને બહુત દેખા. : અલ્યા આ તો સંસ્થાપિત લોકમત છે. ! ક્યા–લોકમત-ઇન ઇંડિયા-સ્લેવ કન્ટ્રીકાલે આદમી બ્રિટિશ
રાજ કી સલ્તનત મેં લોકમત, હી...હો...હી. : બહુ બગડ્યો. એમ ગોરા અમલદારની ટીકા કરતો ઠરાવ
અમદાવાદના ઇતિહાસમાં આ પહેલો જ બનાવ. આભ તૂટી પડ્યું, પછી તો શિલાડીએ કેટલો ગેરવહીવટ ચલાવ્યો, કેટલી લાંચ-રુશવત લીધી, મ્યુનિસિપાલિટીની ખરીદીમાં કેટલી ગોલમાલ કરી તે બધા આંકડા મિ. વલ્લભભાઈએ મેળવ્યા, અને મ્યુનિસિપાલિટીમાં જાહેર કર્યું કે, અમારે આવો કમિશનર નહીં જોઈએ. ઉપરથી એની પૈસા ખાવાની રીતો પકડી દાવો
મનિષાપિલીટી
પણ માંડ્યો. કોન્ટ્રાક્ટ આપવામાં કેટલા ખાધા એના આંકડા
લઈ આવ્યા. જેવો આ ઠરાવ મુંબઈ સરકારમાં પહોંચ્યો કે– અવાજ : શિલાડી ભાગ્યો. સરકારે પોતાની આબરૂ રાખવા એને પાછો
બોલાવી લીધો. જતાં જતાં બબડ્યો : શિલાડી : હમ તો જાટા, ઐસા બાલિસ્ટર અમને નહીં દેખા. શિક્ષક : આમ પહેલી વિકેટ પડી. પછી બીજી વિકેટ તો સેલ્ફ આઉટ
એટલે કે સ્ટંપમાં જાતે જ બૅટ મારનારો નીકળ્યો. શિષ્ય : કોણ ? શિક્ષક : શિલાડીની જગ્યાએ આવ્યો, તે એ પણ મુંબાઈની સરકારે
ઝીંક્યો હતો. નામ મિ. માસ્તર. શિષ્ય : માસ્તર ? શિક્ષક : એને તો એક જ વાત. નોકરી, કામ, કશામાં રસ નહીં. ફક્ત
મહિનો પૂરો થાય કે પગાર, પગાર લીધો બીજા ૨૯ દિવસ આરામ અને ઉપરથી વળી ભથ્થા-ભાડામાં વધારો
માંગે. શિષ્ય : કામ કર્યા વિના ? શિક્ષક : તો એ જ તો શીખવા-જાણવાનું છેને ભાઈ. એવા માથે
પડેલા મફતલાલોની તો ખોટ જ ક્યાં હોય છે. તરત શ્રી વલ્લભભાઈની જાણમાં વાત આવી, એટલે એવાએ કમિશનરને
પણ લીધો સાણસામાં. શિષ્ય : શી રીતે ? શિક્ષક : દાવો એવો રચ્યો કે, પેલો ફસાયો. પેલાએ વળી કાગળ લખ્યો
કે જો મને ભથ્થામાં વધારો ન મળે તો મારે રાજીનામું આપવું પડશે. બસ, એટલે એનું બારમું રંધાઈ ગયું.
શિલાડી અવાજ શિલાડી
શિક્ષક