Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૬૬
ડૉ. મહેતા
પ્રમુખ
નવભારતના ભાગ્યવિધાતા : અને મિ. ચેરમેન, આપ જ્યારે પણ હિન્દુસ્તાન આવો, ત્યારે આપ અમારા મહેમાન. અમે આપને હિન્દુસ્તાનની ઉત્તર હિમાલય ગિરિમાળાઓ બતાવીશું. એક વિદ્વાન લેખકે લખ્યું છે કે, જો આલ્પ્સને કોઈ મોટા ચીપિયામાં પકડી ઉપરથી હિમાલયમાં સરતો નાંખીએ તો પછી આલ્પ્સની ગિરિમાળા શોધતાં પાછી નહીં જડે. એટલો આલ્સ એમાં ખોવાઈ જાય.
: થેંક્યુ, જરૂર આવીશ, અને અગિયાર હજાર ફૂટ ઊંચે ગંગાનાં જળમાં ખુલ્લામાં નહાવા માટે પણ પ્રયત્ન કરીશ.
: પાત્રો :
શિક્ષક, શિષ્ય, મિસિસ વાડિયા, અવાજ, મિ. શિલાડી, મિ. ઘોષાલ
શિક્ષક
શિષ્ય
શિક્ષક
શિષ્ય
શિક્ષક
શિષ્ય
શિક્ષક
શિષ્ય
શિક્ષક
४
નિપાપિણીતી
: તમે ભવિષ્યના એક નાગરિક છો.
શિક્ષક સાહેબ ! આ વાક્ય, અમે હજારેક વાર સાંભળી અને વારંવાર વાંચી, એના અર્થને ઘસોટી લસોટી નાંખી, એને કૂચારૂપ બનાવી દીધું છે.
:
: શિષ્યબંધુ ! તમારામાં સર્જનશક્તિ છે. તમે જે રીતે વાક્ય ઉચ્ચાર્યું એમાં તમારી પ્રતિભા વર્તાઈ આવે છે.
: મસ્કો મારો છો ? સાહેબ !
:
ના. હું ફરીથી મારું પહેલું વાક્ય બોલું છું. તમે ભવિષ્યના
એક નાગરિક છો અને એ માટે તમારે તમારા શહેરી તરીકેના
હક્ક સમજી શરૂઆત કરવાની છે.
: એમાં નવું શું કહ્યું ?
પણ એવું કરવાવાળા કેટલા ?
: કરવાવાળા તો ઘણા નીકળે, પણ એ રીતે કોણ કરે છે ?
: એ જ હું તમને કહેવા માંગતો હતો. પણ તમે શરૂઆતમાં જ વાદે ચઢ્યા. હું તમને શ્રી વલ્લભભાઈ પટેલ માટે કંઈ કહેવા માગતો હતો.