Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
પપ
૫૪
નવભારતના ભાગ્યવિધાતા પ્રમુખ : એટલે છ-સાત કલાક અમસ્થા ચાલ્યા કરવાનું જ ને ? ડૉ. પટેલ : હું નથી માનતો પ્રમુખ સાહેબ ! એ જ્યારે મુંબઈથી સ્ટીમરમાં
લંડન આવવા નીકળ્યા ત્યારે રોમન લૉની ચોપડીઓ મોટાભાઈ પાસેથી લઈ લીધી હતી. લંડન પહોંચ્યા ત્યારે તો રોમન લો પાકો મોઢે . જ્યારે પરીક્ષા આપી ત્યારે એમાં ઓનર્સ સાથે
પહેલે નંબરે પાસ. પ્રમુખ : એ સ્મરણશક્તિનો પ્રભાવ છે. ડૉ. પટેલ : સ્મરણશક્તિને કેન્દ્રિત કરવાનો સવાલ છે. ચિત્તને એકાગ્ર
કરવું એ પણ એક કપરી પ્રક્રિયા છે. એમને એ સહજસાધ્ય
હતી. પ્રમુખ : ના, પણ રોજના છ-સાત કલાક ચાલવામાં વખતનો બગાડ
તો ખરો જ ને. ડૉ. પટેલ : ના સાહેબ ! એક તો વહેલી સવારે ચાલવા નીકળવું એ
કસરત, આ વ્યાયામનો એક પ્રકાર છે. અને ફરી સાંજે ઠંડા પહોરે ચાલવું, એ પણ એક કસરત જ છે. અને રસ્તે ચાલતાં, આડુંઅવળું કશામાં ધ્યાન ન આપતાં, પોતે જે વાંચ્યું હોય તે, પચાવતા જવું, વાગોળતા જવું, ફરી ફરી યાદ કરતા જવું, એથી સ્મરણશક્તિ વિકસે, અને વાંચેલી
હકીકતો મગજમાં પાકી ઠસી જાય, પ્રમુખ : ખાવાનો શો પ્રબંધ ? ડૉ. પટેલ : લાયબ્રેરી પાસે ખાવાનાની સગવડ હતી, ત્યાં એક ટંકનું
ખાઈ લે. પ્રમુખ : પણ એવી દોડાદોડ કરવાની શી જરૂર ? ડૉ. પટેલ : ગરીબી. પોતાને દેશ, પોતાને ત્યાં મા વિનાનાં બે છોકરાં,
સહનશક્તિ
કોઈને સોંપીને આવ્યા હોય એટલે જલદી પાસ થઈ વહેલા પાછા ફરવાની ઇંતેજારી. બારિસ્ટરીની પરીક્ષામાં કેટલાક ગંભીરપણે અભ્યાસ કરવા આવે છે. એ જીવનની જરૂરિયાત છે એમ માની અભ્યાસ કરે છે. કેટલાકે ખાનપીની, મોજશોખ, મજા કરવા પણ આવે છે. આ બે વાતમાં આપકમાઈ અને
બાપકમાઈનો ફેર રહ્યો છે. પ્રમુખ : ક્યુ ડૉક્ટર, હવે અમારા મગજમાં કેટલીક વાતો સ્પષ્ટ
થઈ ગઈ છે. મિ. વલ્લભભાઈ પટેલ વિશે તમારી તેમજ બીજા ડૉક્ટરોની કેફિયતોથી અમને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ
છે. હવે આ સંબંધી કંઈ તમારે વધારે કહેવાનું છે ? ડૉ. પટેલ : આ બે સ્ત્રી ડૉક્ટરોએ કંઈ કહેવું હોય તો કહે. ડૉ. મહેતા : આપ રજા આપો તો બીજી કેટલીક વિગતો રજૂ કરું. એથી
મિ. વલ્લભભાઈ પટેલના કિશોર સમયના સ્વભાવ ઉપર
કંઈક વધારે પ્રકાશ પડશે. પ્રમુખ : અમને સૌને હવે તો એ સાંભળવામાં વધારે રસ પડશે. ડૉ. મહેતા : મારું નામ ડૉ. મહેતા. હું હિન્દુસ્તાનમાં ગુજરાતની વતની
છું. એમાં વડોદરા-ગોધરાની આસપાસના મુલ્કને સારી રીતે
જાણું છું. એક વાર ગોધરામાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો. પ્રમુખ : ક્યારે ? ડૉ. મહેતા : આ સદીની શરૂઆતમાં. ત્યારે પ્રસ્તુત મિ. વલ્લભભાઈ
પટેલ ગોધરામાં વકીલાત કરતા હતા. પ્લેગની બુમરાણથી
એ જરા પણ ગભરાયા નહીં. પ્રમુખ : બારિસ્ટર થયા તે પહેલાં. ડૉ. મહેતા : બારિસ્ટર થવા આવ્યા તે પહેલાં, કૉરટના કામકાજનો વહીવટ