Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
શેતરંજનો દાવ
નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : પણ કર્નલ ટૉમસન ! તમે જ એ કિસ્સાનો નિકાલ કેમ નથી
કરતા ? કલકત્તાના ગવર્નર સાહેબને સોંપી દોને. કર્નલ : યોર હાઇનેસ ! એ નાસતો-છુપાતો ફરતો, એટલે એની
ગિરફતારી આપની સરહદમાં કરવામાં આવી. એટલે ન્યાયને ખાતર અમે એને આપની સામે લાવવાનું ઠરાવ્યું, અને આપ
તો કંપની સરકારના મિત્ર છો. મહારાજા : ઠી...ઠીક, જોઈશું. ચાલો આજે હવે કર્નલ, તમે પહેલી ચાલુ
ચાલો, અને શરૂઆત કરો. કર્નલ : ટુ યૉર હેલ્થ ! યૉર હાઇનેસ - સિપ ઇટ. મહારાજા : હા હા, અમને લાગે છે કે આ પીણું અમને માફક તો છે જ. કર્નલ : જેમ જેમ પીશો તેમ તેમ આપને ગમશે જ, લ્યો, આ મારો
મુવ. આ રમત તો એક ગ્રેટ રમત છે. મહારાજા : યસ, યસ. કર્નલ : અમે એને ચેસ કહીએ છીએ. યુરોપમાં એ શોધાઈ ન હોત
તો અમે અહીં અમાર વખત કેમ ગુજારત ? કેદી : બેઅદબી માફ. પણ મહાશય ! આ શતરંજની રમત હિન્દુ
સ્તાનમાં શોધાઈ હતી. મહારાજા : આ મારો મુવ, કર્નલ , ઠીક, તો ઝવેર - તું વળી શતરંજની
રમત વિષે પણ જાણે છે ? કર્નલ : ડુ યુ નો યંગ ગાઈ ! હિઝ હાઇનેસ મલ્હારરાવ હોલ્કર
આખા મુલ્કમાં સૌથી સારા આ રમતના જાણકાર છે. કેદી : કબૂલ, મેં તો આ રમતના ઇતિહાસ વિશે વાત કરી. ‘ચતુરંગ'
નામે અમારા ભારતમાં આ ઘણાં કાળથી જાણીતી રમત હતી, અને છે.
મહારાજા : સૉરી ! કર્નલ ! પણ આ બાબતમાં કદી કહે છે તે વાત
સાચી છે. બાદશાહ અકબર તો જીવતાજાગતાં પ્યાદાઓ
સાથે રમત રમતા. કર્નલ : આ મારો મુવ, મહારાજા ! પણ આટલા ટેબલ ઉપર જીવતા
માણસોને પ્યાદા તરીકે કઈ રીતે રમી શકાય ? મહારાજા : આ મારો મુવ. કર્નલ ! તમે ફતેપુરસિકી જાઓ તો જોજો.
દરબારની બેઠક સામે સુન્દર વિશાળ ચોગાનમાં બાદશાહના બાંદી બન્ટીજનો ચોકઠામાં ઊભા રહેતા – બાદશાહ અને
બેગમ ઉપરની બેઠકમાં બેસી રમતો રમતા. આ હિસ્ટરી છે. કર્નલ : સૉરી, એ મેં નથી વાંચી – લ્યો આ મારો મુવ. મહારાજા : ઓ એમ, તો અમે આ ઘોડી - કેદી : મહારાજા સાહેબ ! બેઅદબી માફ, પણ આપ ઘોડી ન
ચલાવશે. હાથીને ખસેડો. આ અંગ્રેજોએ જિંદગીમાં હાથી અહીં જ હિન્દુસ્તાનમાં જોયા, એટલે એની ચાલમાં એમને
સમજણ નહીં પડે. કર્નલ : વૉટ ! મહારાજા : બરાબર છે. કદી ! તું શતરંજનો ઇતિહાસ તો જાણે છે,
પણ શતરંજની રમત પણ જાણે છે. કેદી : આપ નામદાર તો મુલ્કભરમાં શતરંજની રમત રમવામાં
પ્રખ્યાત છો. હું તો આપની આગળ કંઈ વિસાતમાં નથી. કર્નલ : વેલ, વેલ, આ મારો મુવ. કેદી : તો મહારાજ ! કર્નલ સાહેબની ઘોડી ઊંચકી લ્યો એટલે
રમત પતી ગઈ. મહારાજા : બરાબર ! શાહબાશ, શાહબાશ. આજે તો ઝવેર, તે મને
જિતાડી આપ્યો.