Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૩૮
ગોકુલ
શાવકા
ત્રંબ
શાવકા
ગ્રેસ
શાવા
ગોકુલ
શાવકા
ગોકુલ
નવભારતના ભાગ્યવિધાતા આય અનજાન માણસોએ આપણને ફરી આમ સુફિયાંની ધરતી ઉપર બોલાવિયાચ અને વલ્લભભાઈ માટે કંઈ કહેવા કહેચ, તો બોલો.
:
આ બી એક ગોરા મૅજિસ્ટ્રેટનો જ કિસ્સો છે. એવો એ અમદાવાદમાં મોટા મોટા વકીલોનું અપમાન કરે, અને એના ઘમંડનો પાર નહીં – એવામાં એક ભાઈના ખૂનનો ખટલો આયો, તે વલ્લભભાઈ બચાવના વકીલ તરીકે ઊભા.
બસ, તો પેલાના બાર વગારી દીધા હોસે.
:
: બાર તો શું, પણ આબરૂ દાણાદાણ કરી નાખી. આ મૅજિસ્ટ્રેટ સાહેદોની સામે અરીસો રાખે.
:
:
ઃ
:
:
કાંય, કોરટને એ હેર-કટિંગ સલૂન સમજતો હતો ?
એમ જ, સાહેદીએ આયનામાં જોઈ જુબાની આપવાની અને વલ્લભભાઈ બગડ્યા, કહે આ આયનો કઢાવી નાંખો. પણ પેલો મારો વાલો મમતનો અવતાર, એ એકનો બે થાય નહીં, એટલે વલ્લભભાઈ કહે, તે આયનો સેશન કૉર્ટમાં દાખલા તરીકે રજૂ કરવામાં આવશે.
એક્ઝિબિટ નંબર એક.
બરોબર, એટલે પેલો જરા ઢીલો તો પડ્યો, તો તે સફાઈમાંથી હાથ નહીં કાઢે. બહુ ટપાટપી થઈ. એટલે વલ્લભભાઈએ જાહેર કીધું કે, આ ખટલો તમારી આગળ નહીં ચલાવવા અમે મોટી કૉરટમાં અરજી કરીએ છીએ અને આ હું બંધ લિફાફામાં નામ આપું છું તે સાક્ષી તરીકે ત્યાં બોલાવવામાં આવશે.
હી.
: એ બંધ લિફાફામાં આવા એ મૅજિસ્ટ્રેટનું નામ અને એ ખૂનના ખટલામાં એનો હાથ એવો આરોપ.
વિદ્યાભ્યાસ અને વકીલાત
શાવકા
ગોકુલ
શાવકા
ગોકુલ
શાવકા
ક્ય
શાવકા
ગોકુલ
શાવકા
ગોકુલ
શાવકા
ગોકુલ
શાવકા
:
:
: જામી. આખરે ખટલો સેશન કૉર્ટમાં, પેલા મૅજિસ્ટ્રેટની આબરૂના કાંકરાનો હવે સવાલ. તે તો પહેલા જ દિવસે કાઢી નાંખવામાં આવ્યો.
એમ–
ઃ તો શું થાય. ઉપરના જજે નીચેના જજને બેઆબરૂ ન થવા દેવો હોય તો કેસ કાઢી જ નાંખવો પડેને. વલ્લભભાઈ એમ
જીતી ગયા. કેમ શાવકશા ! કંઈ સમાધિમાં બેઠા છો ?
:
ચકાચકી !
સમાધિ કોના ઘરની એ તો મને એકાએક બીજો બહુ અટપટો
કિસ્સો યાદ આયો. તે મને થયું કે કહું કે ના કહું ?
: અટપટો છે, એટલે તો કહો જ.
ઘનો અજબ જેવો ખેલ છે. આય સંસારમાં ધન, દોલત, ગાદીવારસ માટે લોક કેટકેટલાં ટાકોંટા કરેચ જો.
: પેલો કિસ્સો કહોની – ભાષણ નહીં હાંકો.
કેહુંચ ભાઈ, જરા યાદ બી તો કરુંને, વાત એમ છે કે, એક વડોદરા સ્ટેટના નાના ઠાકોર તે ગાદીવારસ દીકરો પેદા કર્યા વિના ગુજરી ગયા, એટલે એના ભાઈને ગાદીનો હક્ક મળવો જોઈએ.
બરોબર-કાયદેસર.
એટલે એણે વડોદરા સ્ટેટમાં સરસૂબાને એ માટે અરજી કરી.
:
૩૯
-
:
:
: એ પણ ન્યાયસર.
હવે આ ઠાકોરના ઠકુરાણી—એટલે કે વહુ—છ મહિના વિધવા