Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
નવભારતના ભાગ્યવિધાતા એમને હાથે થયેલા-નોંધાયેલા કિસ્સાઓ જ એકઠા કરો, તો કેટલું મોટું સાહિત્ય થઈ જાય. તમને તો એ યાદ જ હશે. પેલા એમના એક દોસ્તદાર રેલવે પોલીસમાં ઇન્સ્પેક્ટર હતા. એના ઉપરી અમલદારને એ ઇન્સ્પેક્ટર ઉપર ખફા નજર, બસ ખલાસ.
ગોકુલ : શું બસ ખલાસ. શાવકશા : રેલવેના સ્ટેશન ઉપરથી એન્જિનમાં બાળવાનો એક લાકડાનો
કટકો એમણે ચોર્યો, એવો એના ઉપર આરોપ મૂક્યો. લાકડાના
કટકાની કિંમત એક રૂપિયો. ગોકુલ : હોય નહીં. શાવર્કશા : બાવા, કૉરટમાં નોંધાયેલો દાખલો છે. દાવો એમ દાખલ
કરીઓ કે, તેણે પોતાના નોકર પાસે એ લાકડાના કટકાની ચોરી કરાવી. આ અમલદાર અંગ્રેજ બહુ લાગવગવાળો, એ ગોરો અફરસનો ભાઈ મુંબાઈ ઇલાકાની સરકારના હોમ
મેમ્બર. ગોકુલ : મારાવાલા અંગ્રેજો તો બહુ પ્રમાણિક એવી વાતો ચાલતી'તી. શાવર્કશા : હાં તે જ જુઓને, આ શાઉકારનો દીકરો – વલ્લભભાઈએ
એને કેવો સાનસામાં લીધો તે – પેલા ગોરાસાહેબે એક ખાસ ઇન્સ્પેક્ટરની નિમણુક કરી. પછી તપાસ શરૂ કરી, વલ્લભભાઈના આ દોસ્તદારે જિંદગીમાં કેટલી છીંક ખાધી,
કેટલા ઓડકાર ખાધા. ગોકુલ : હોય નહીં. શાવકશા : એમ જ બધું, નાની તકલાદી વાત એકઠી કરવા માંડી. એટલે
આપણા દોસ્તદારે, એમના વકીલની સલાહ થકી સામે જઈને કહ્યું - એમ તો મને પહેલાં કેદ પણ થયેલી. એટલે પેલા
વિદ્યાભ્યાસ અને વકીલાત
૩૭ તપાસ કરનારા ખુશ. નોંધણી કરી. કાં જેલ થયેલી, ક્યારે થયેલી બધું કબૂલ કરાવી, લખી લીધું. ત્રીસ વરસ પહેલાં જેલ થયેલી : નવ મહિનાની સજા અને તે એકલા શું કેચ એને, એકાંતવાસ, આવી બધી હકીકત એકઠી કરી, દાવો મંડાયો. કમનસીબે વલ્લભભાઈ એવામાં બીમાર પડી ગયા. એટલે વિઠ્ઠલભાઈ સાહેબે કેસ ચલાવ્યો. વિઠ્ઠલભાઈ ઉપર વળી મેજિસ્ટ્રેટનો ઓર ખોફ એટલે કેસ હાર્યા. પેલા ોસ્તદારને સજા – અને મારા વાલા અને જામીન પર છોરે પણ નહીં. પછી વલ્લભભાઈ મેદાને પરિયા. અને અપીલમાં ગિયા. જો જોરશોરથી દાવો ચાલિયચ. સરકારી વકીલ તો રાતોપીળોકૉરેટનો નાહક વખત બગારો–પૈસા બગારોચ ધુંઆપૂંઆ થાય, અને એમાં બોલિયો કે ગુનેગારને આ બીજી સજાત્રીસ વરસ પહેલાં પણ નવ મહિનાની કેદ થઈ હતી. ખૂબ ચાલિયું. પછી વલ્લભભાઈ સાહેબ ઊભા થયા. સાહેબ ! આ તહોમતદાર ઉપર કેટલો કીનો - કેટલી અદાવત છે તે તો જુઓ – એની ઉમ્મર ત્રીસ વર્ષની અને ત્રીસ વરસ પહેલાં નવ મહિનાની કેદ – અને તે એકાંતવાસ. એટલે માના ગર્ભવાસની કેદ થઈ. તો તે સાહેબ આપને પણ, બધાને એ સજા થઈ છે. કોરટમાં હસાહસ. પછી તો વલ્લભભાઈએ જે તીખા તમતમતા ડામ દીધાચ ! ખરચ કોને કરાવ્યો ! વખત
કોણે બગાડ્યો ! ગોકુલ : પરિણામ ! શાવકશા : તહોમતદાર છૂટી ગિયો – અને વળી આગલી કૉરટમાં
વિઠ્ઠલભાઈ સાહેબ ઉપર જે ટીકા, નોંધ કરાવેલી તે કારી
નંખાવી. આ તો બહુ મશહૂર કિસ્સો છે. ગોકુલ : તો મને હવે, બીજો યાદ આવે છે. શાવકશા : તો બોલોની ગોકુલભાઈ. વરી એમ નોંતરા તે શેના માંગોચ.