Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૪૮
સહનશક્તિ
પ્રમુખ
નવભારતના ભાગ્યવિધાતા : થેંક્યુ. તો વિગતો આ પ્રમાણે છે. ડૉ. શાહે, કાલે લંડનમાં
ભણવા આવેલા એક વિદ્યાર્થીને પગના ઓપરેશન વખતે ક્લોરોફૉર્મ લેવા ના પાડી, અને જરા પણ મોં ઉપર વેદનાની અસર જાહેર કર્યા વિના ઑપરેશન કરાવ્યું, એ વાત કરી ત્યારે કેટલાકે એ વાત માની નહીં. આપણે કાલે ઉતાવળમાં હતા. વળી સહનશક્તિ પણ જુદી જુદી જાતની હોય છે. એના પ્રકારો ઉપર જુદી જુદી ચર્ચાઓ ગોઠવાઈ હતી. આજે ફક્ત ફિઝિકલ સહનશક્તિ ઉપર અને આ ખાસ કિસ્સા ઉપર ચર્ચા રાખવામાં આવી છે, તો સૌથી પહેલાં ડૉ. મિસ શાહ, આ નિષ્ણાતોની કૉન્ફરન્સમાંનો આ વિભાગની બેઠકમાં
વિગતો રજૂ કરે. : હું પ્રમુખ સાહેબનો ઉપકાર માનું છું. જે વિદ્યાર્થીની એમણે
વાત કરી એનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. એ એની કિશોરાવસ્થામાં લંડનમાં બારિસ્ટરની પરીક્ષા પાસ કરવા આવ્યા હતા. ૧૯૧૦ની સાલમાં એ ઇંગ્લેન્ડ આવ્યા, અને ૧૯૧૨, ફેબ્રુઆરી મહિનામાં એ પહેલે નંબરે પાસ થઈ
પાછા હિન્દુસ્તાન પહોંચ્યા. : ડૉ. શાહ, પહેલે નંબરે પાસ થયા એવી એવી ઝીણી વિગતો
જતી કરો તો ?
ડૉ. શાહ
એ પડી ગયા, અને પછી ભારે તાવ જણાયો. પછી ડાક્ટરી તપાસમાં એમને પગમાં વાળાનું દરદ જણાયું. લંડનના નર્સિંગહોમમાં એમનું ઓપરેશન કરવામાં આવ્યું. એમાં ડૉક્ટરને પૂરા રોગની જાણકારી ન હોવાથી પૂરો વાળો નીકળી શક્યો નહીં. આમ કેસ ચૂંથાઈ ગયો. એમની ડૉક્ટરી તપાસનાં કાગળિયાં એ નર્સિંગહોમમાં મોજૂદ છે. અમે એની નકલો અહીં હાજર કરવા શક્તિમાન છીએ. ડૉક્ટરે બીજા ઑપરેશનની વાત કરી, એમાં આખો પગ કપાવી નાંખવાની સૂચના થઈ. દરમ્યાન દરદી વલ્લભભાઈ સાહેબના એક ઓળખીતા ડૉક્ટરે પગ ન કપાવવાની સલાહ આપી. હવે એ સંબંધી
ડૉ. પટેલ વધારે પ્રકાશ પાડશે. ડૉ. પટેલ : હું ડૉ. પટેલ. આ કિસ્સામાં જે હકીકત રજૂ થઈ છે તે સાચી
છે. કારણ કે, મારી નજરે જોયેલી એ વાત છે. જુવાન વલ્લભભાઈને પહેલા ઑપરેશનમાં પૂરો વાળો નીકળ્યો નહીં એટલે બીજા નિષ્ણાત ડોક્ટરે પણ કહ્યું કે, ફરીથી ઑપરેશન કરી, હું એ વાળો કાઢી આપું. પણ દરદીને ક્લોરોફૉર્મ આપવામાં જોખમ છે એટલું સાંભળતાં જુવાન વલ્લભભાઈએ બધાની સમક્ષ તરત જાહેર કર્યું કે, મારે ક્લોરોફૉર્મની જરૂર જ નથી, અને ક્લોરોફૉર્મ વિના એ પરેશન કરાવવા
તૈયાર થયા. પ્રમુખ : તમે ત્યારે ત્યાં હાજર હતા ? ડૉ. પટેલ : જી. પ્રમુખ : અને ઓપરેશન કરવામાં આવ્યું ? ડૉ. પટેલ : એમ જ, પગ ઉપર કાપ મૂકવામાં આવ્યા, વાળાના જીવડાને
બહાર ખેંચી કાઢવામાં આવ્યો. એ દરમ્યાન દરદીએ મોં
પ્રમુખ
ડૉ. શાહ : ના સાહેબ, જ્યારે આ કિસ્સાના દરદીની સહનશક્તિ વિશે
શંકા ઉઠાવવામાં આવી છે, તો આ દરદી કાયદાના અભ્યાસમાં આટલા હોશિયાર નીવડ્યા, એ અપ્રમાણિક અને અસત્ય ન
કહે, એ તારવી શકાય માટે વિગતોમાં ઊતરું છું. પ્રમુખ : કૅરી ઑન પ્લીઝ. ડૉ. શાહ : ૧૯૧૧ના મે મહિનામાં જાતી વખતે એમને ચક્કર આવ્યાં,