Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text ________________
નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : વહાલા મિત્ર, તમારા મોંમાં શર્કરા – શું કહેતા હતા તમે -
ટૉમસનની કંપની - ટૉમસન આણી કંપની સરકાર, છી છી, એની વિસ્કી નહીં, એની મડમ નહીં, એનો પહેરવેશ
નહીં. કેદી : અને એનું ભણતર નહીં. ભણવું તો એ ભણતર એના પાયા
હચમચાવવામાં જ વાપરવું. મહારાજા ઝવેરભાઈ ! ચાલો, હવે રાત વધી ગઈ છે. આરામ કરીએ.
તમારા જેવા જુવાનો દેશમાં વધારે પાકે એવી પ્રાર્થના કરીએ. કાલે ઓર શેતરંજ રમીશું. હા, હા. તમારાં સંતાન એ કામ પાર પાડશે, એ તમારી ભાવના ફળો. ગુડ નાઇટ !
વિદ્યાભ્યાસ અને વકીલાત
: પાત્રો : શાવકરા., ગોકુલ, અવાજ
શાવકશા : અરે પણ બાબા ! મને અહીં કાં લાવીને બેસારિયોચ ? ગોકુલ : શ શ ? જરા શાંત રહો બાવાજી. તમે એકલા નથ. આ
આ બીજા તમારા સાથીદાર પણ આવ્યા. જુઓ. શાવકશા : અરે દીકરા ગોકુલ ! તું ક્યાંથી ? ગોકુલ : આપણો જમાનો ગયો. હવે તો આ દુનિયાના લોક ભલું
ભલું કરે, વરહો પહેલાં ગુજરી ગયેલાને, કોઈ માધ્યમ
મારફત અવાજ હાંભરવા બોલાવે. શાવકશા : માધ્યમ–તે શું વરી નવી બલા ! ગોકુલ : કહેશે કે કોઈ લાકડાનું પાટિયું લાવે, અને ઉપર ગરા
ફેરવે, ઈને ગયા જમાનાના માણહનું નામ દે એટલે ઈમની
હંગાથે વાતો થઈ હકે. ઈનો આત્મો આવે, આત્મો. શાવકશા : સમજ્યો, પ્લાન્ચેટ, મારા વાલા પોતાની વિલ પાવરથી બોલાવે.
આય એક નવો ધંધો શરૂ થયો જ નહીં રે, હું તો ચાલિયો. અવાજ : શાવકશા બેસો, ગોકુલભાઈ બેસો. અમે તમને ખાસ કારણસર
તસ્દી આપી છે.
Loading... Page Navigation 1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126