Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
વિદ્યાભ્યાસ અને વકીલાત
શાવકશા
ગોકુલ
નવભારતના ભાગ્યવિધાતા હોંસ. બાકી તમને પરાણે હાંકનાર અમે કોણ ? નિશાળમાંથી
એમણે નેતાગીરી શરૂ કરેલી, તે વાત કહોને. શાવકશા : નડિયાદ હાઇસ્કૂલમાં તો એ સેનાપતિ જ તિયારે, નડિયાદમાં
એક ઘના જ કડક મિજાજના માસ્તર. તે વરી પારસી, એમ
માને કે સોટી વાગે ચમચમ તો ભણતર આવે ભમભમ. ગોકુલ : ભમ ભમ નહીં, ધમ ધમ. શાવર્કશા : હા, તે વલ્લભભાઈ સાહેબે એનું ચમચમ ને ધમધમ પાધરું
બહાર કાઢી મૂક્યું. આખી નિશાલના છોકરાઓને એકઠા કરી, બધાને આસ્તેકદમ ગામની ધરમશાલામાં લઈ ગિયા. તાં પીવાના પાણીનો બંદોબસ્ત કીધો. પોતે એવા હોશિયાર તે હાથમાં કંઈ ચોપરું લઈ બનાવવા પન બેઠા. વલ્લભભાઈ
સાહેબનો એવો ધાક કે નિશાલમાં કોઈ બેટ્ટો જાયચ નહીં. ગોકુલ : અને આખરે હેડમાસ્તર ધરમશાલામાં હમજાવવા આયા. શાવકશા : હા. તિયારે શરતોમાં સોટીને રૂખસદ. ગોકુલ : અને પેલા બીજા બનાવનાર ભણાવવા વિના બીજા ધંધા કરે.
એવો એ કાગજ વેચે, શિશાપન વેચે, કાપીબુક વેચે. શાવકશા : અને ઉપરથી દમદાટી, કે બધો સામાન બધા છોકરાઓએ
એની પાસે જ ખરીદવો. બજાર કરતાં મોંઘો. ગોકુલ : પણ ઈમાં એની દલાલી ખરીને – શાવકશા : તે અમારા વલ્લભભાઈ સાહેબે, એની દલાલી તો ખંખેરી
નોંખી અને ઉપરથી એનો ધંધો પણ ખોરવી નાંખ્યો. છોકરાઓ
પાસે પેલા માસ્તરનો એવો તો બોયકોટ પોકારાવ્યો - ગોકુલ : બહિષ્કાર !
શાવકશા ગોકુલ શાવકશા
: હવે બહિષ્કારને પેલા સાથે કોઈ વાત ન કરે, એના ક્લાસમાં
કોઈ જાય નહીં, એના ઘરમાં કોઈ દાખલ ન થાય અને આખરે એને એવો તો પાની પાની કરી નાંખિયો કે વેપાર
કરવાની ખો ભૂલી ગિયો. : હવે, મને એક બીજી વાત પણ યાદ આવે સે. એમાં તો ભારે
થઈતી. આખાયે નડિયાદ ગોમમાં હાક વજાડી દીધી તી. કિસ્સો તો ઇસ્કોલનો જ અને ચૂંટણી મનસપાલિટીની. મહાનંદ નામે ઇસ્કોલના મહેતાજીને વરી ધણી મનસિપાલિટીની ચૂંટણી લઢવાનો પો સઢયો. અને અમારા વલ્લભભાઈ ત્યારે વધારથી. હામેવાળા દેહાઈ, બહુ જાણીતું કુટુંબ. તે હામેવાળા કહે કે “જો હું આ મહાનંદ પંતુજી થકી હારું તો
મારી મૂસો બોડાઈ દઉં.’ : હા, હા. હવે મને એ યાદ આવેચ જો . : હાસ્તો, તમે પણ હતાસ્તો. જાણોસોને જે થઈ સે તે. : વલ્લભભાઈએ મહાનંદનો હાથ પકડયો–બધા છોકરાઓને
કામ પર ચરાવી દીધા. : તે બધાએ ગોમ ફરી વર્યા અને હામેવારા વટમાંથી ઊંસા ન
આવે તો આખી નેહારનું સોકરું, સુંટણી જામી અને માસ્તરજી મહાનંદ સુંટાયા તે કેવા-પાકા સુંટાયા. બહુની બહુમતીપસે તો હી, હી, પસે તો, અમારા વલ્લભભાઈ સિત્તેર એંશી સોકરાઓનું ટોરું લઈને ત્યાં ઊપડ્યા. હંગાથે બજારમાંથી
નાઈને લીધો. : બાલ કાટવા વાલો- હા, હા, મને નામ પણ યાદ છે. : તે બધો વરઘોડો જાય પેલા હામેવારાને બોરણે અને પસી,
ગોકુલ
શાવકશા ગોકુલ