Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
ર૭
નવભારતના ભાગ્યવિધાતા શાવકશા : બધાં શાસ્તર એટલે ? ગોકુલ : શાવકશા, તમે તો માથે પડેલા મફતલાલ જેવા સો- બધાં
શાસ્તર એટલે ભૂગોર, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ. શાવકશા : હા, અંગ્રેજી ભણવા માટે તો તેમણે આકાશ-પાતાળ એક
કરેલાં. અમને વલ્લભભાઈ સાહેબ કહેતા, પેટલાદમાં અંગ્રેજીની ખાનગી નિશાલ ચાલતી, એમાં ભણેલા અને સાથે સાથે
હાથે રાંધવાનું પણ શીખેલા. ગોકુલ : એ બધું તમે ગમે તેમ કો, પણ ઝવેરભાઈ, બધા ભાઈઓને
છેતરમાં લઈ જાય તો જાતજાતનું ભણાવે. એક વિઠ્ઠલભાઈ ઈમાં અપવાદ. તાં કને ઝવેરભાઈ એટલે કે મોટા કહેતા રહેતા – “અલ્યા, આ અંગ્રેજી શીખવાવાળા-ટોપીવાળાને અહીંથી તગેડી મેલજો નહીં તો કને આખા દેહને હત્યાનાશ વાળવાના.” તો પોતાની ૧૮૫૭ના બળવામાં ઝાંસીની રાણીની કુમકે ગયેલા, તે વાતો કહેતા. ઈ તો ભણતર, પસે ગુજરાતી ચોપડા ઈને કરમસદમાં પૂરા કરેલા અને બાપાજીના મનમાં ઈમ કે ઈને કોઈ નેહારમાં મહેતાજી બનાવી દઈશું એટલે
ગંગા ન્હાયા. શાવકશા : આ ગંગા જાયા એટલે શું, ગોકુલભાઈ ? ગોકુલ : એટલે પૂરું થયું, આખરી જાત્રા, જાણે તમે ઉદવાડા સુખડ
ચઢાઈ આઓ ઈમ. ત્યારે શું, તમે પણ. શાવકશા : ઠીક, ઠીક, તમે તપી ન જાઓ. પેટલાદની વાત તમે જાણોચ
આઠ દિવસના ખાવાનાનો સરસામાન એ પાંચ ભણનારા લેતા આવે, એક ઓરડી ભાડે રાખી એમાં બધા રહે, વારાફરતી રાંધે, અને એમ ભણે.
વિદ્યાભ્યાસ અને વકીલાત ગોકુલ : ભાઈ તમારે પહો હતો જ કાં–કુટુંબ ગરીબ અને ઈ ગરીબીમાંથી
બે ભાઈઓએ હિન્દુસ્તાનનું રાજ લીધું. શાવકશા : બે ભાઈઓએ ? ગોકુલ : અમનું સે, તે શાવકશા–વલ્લભભાઈ તો ડીપોટી વડાપ્રધાન
હુધી પોંક્યા અને વિઠ્ઠલભાઈ તો તે પહેલાં અંગ્રેજી રાજ્યની
લોકસત્તામાં પરમિટેડ થયા. શાવકશા : હા, હા, ભારે કરી બંને ભાઈઓએ તોગોકુલ : પાકી ગરીબીમાંથી રાહતો કાતર્યો. પગ હેંડતા જાય. નડિયાદથી
કરમસદ ઠંડતા જાય–દાદીમા ખાવાનાની પાયલી આવે,
અને તિયારે કરમસદ રેલપાટો નહીં તે હિંડતા જાય ! શાવકશા : પન મેટ્રિક નડિયાદમાં થયા. ગોકુલ : ૧૮૧૭માં તિયારે ઈમની ઉમ્મર બાવીસની. તે પહેલાં થોડો
કાળ વડોદરામાં પણ ભણી આવેલા. અવાજ : પણ ગોકુલભાઈ, એમના સોળમે વર્ષે લગ્ન લેવાયાં, તે
કહેવાનું તો ભૂલી ગયા. ગોકુલ : જો ભાઈ, તમે જે હો - તે – ઈમ તમે અમને એક પરણે
હાંકો તે ન ચાલે. અમ, શાવકશા ? શાવકશા : હા ભાઈ, તમારા મનમાં એમ કે આ બે જણાને પેલા તમારા
પ્લાજોટ કે માદ્યમમાં પકરી લાયાચ, એટલે તમે એમ ન
માનતા કે તમે અમને ધારોચ તેમ નચાવી શકશો. અવાજ : ના રે ના, શાવકશા – તમે બે તો નસીબદાર વિદ્યાર્થીઓ,
વલ્લભભાઈ સાહેબ સાથે ભણતરમાં. તે તમે એમની બાલપણની, કિશોરાવસ્થાની વાતો જાણો, તે અમને જાણવાની