Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 10
________________ નવભારતના ભાગ્યવિધાતા કેદી કેદી : અમે ગુજરાતના, કરમસદના. કર્નલ ! એટલે જ તો મેં યૉર હાઇનેસ ! આપની સામે ગુજરાતીમાં વાત કરી. વૉટ ઇઝ ધિસ કરમસેડ ? કેદી : કરમસદ ઇઝ એ ટાઉન. કર્નલ : ઓ – તો તને અંગ્રેજી પણ આવડે છે ! : તમને ગુજરાતી આવડે તો અમને અંગ્રેજી ન આવડે ? મહારાજા : બડા તેજ સ્વભાવ છે જુવાન ! : મહારાજા , જુવાન હોય એનો સ્વભાવ તો તેજ હોય ને ? કર્નલ : એટલે તો યોર હાઇનેસ ! હું એને આપની સામે લાવ્યો છું. લ્યો હાઇનેસ આ તમારો ગ્લાસ , ડ્રિક. સિપ ઇટ. મહારાજા : સ્કૉચ પીવાના આ હમારા પ્રથમ જ પરિચય છે. ઉ– જરા જલદ તો હયકર્નલ : એવા ત્રણ જલદ પીશો પછી જોશો નશા ખુમારની લિજ્જત. મહારાજા : તો હવે આપણે રમત બીમત શરૂ કરીએ કે ? કર્નલ : હા, હા. તે પહેલાં આ કયદીના કાગજ વિગેરા આપ જોઈ લો. મહારાજા : બોલો, ઝવેરભાઈ ! તમને ક્યા ગુના કિયા હય. કર્નલ : યૉર હાઇનેસ, આ ઝવેરબૉય નિમકહરામ હય-એ દેશદ્રોહી હય. કેદી સાહેબ ! ઝવેરબૉય નહીં, ઝવેરભાઈ-બૉય એટલે છોકરો, ભાઈ એટલે બ્રધર. કર્નલ : ડોન્ટ ટ્રાઇ હુબી ટુ ફ્લેવરમાઇ બૉય ! ત્રીસની નીચે તો તો તું છોકરો નહીં તો શું બુઢો ! યુ ટ્રેઇટર. યોર હાઇનેસ ! આ ઠેઠ કરમસેડથી ઝાંસી શહેરના પાદર શેતરંજનો દાવ પર પહોંચ્યો હતો. આ મ્યુટિની ચલા એમાં એણે ઝાંસીની રાનીને મદદ કરી. ત્યાંની ફોજને મદદ કરતો હતો. મહારાજા : એ એકલો ? કર્નલ : નહીં, કોઈ કૂચ એવા જ સાથીદારો હતા. એ બધાને એણે નસાડી મૂક્યા. એ પકડાઈ ગયો. તપાસમાં એની આખી ચાલ જાણવામાં આવી. કંપની સરકારનું રાજ્ય ઉથલાવી પાડવાનો એનો ઇરાદો હતો. મહારાજા : તે ગુજરાતથી ઠેઠ ઝાંસી સુધી જવાનો શો મુદ્દો ? ઝવેરભાઈ ! કેદી : અમારે ગુજરાત શું કે ઝાંસી શું અમારે મન તો એક હિન્દુસ્તાન, એક દેશ. કર્નલ : દેખો, તો તું ગુનો કબૂલ કરે છે ? કેદી : ગુજરાતથી ઝાંસીના પાદર ઉપર જવું એ કંઈ ગુનો કહેવાય? અમારા ગુજરાતમાં સુરતમાં શરાફી પેઢી છે, આત્મારામ ભૂખણવાલા. એમની શાખ આખ્ખા હિન્દુસ્તાનમાં, પૈસાની ધીરધાર, ગમે તેવી હૂંડી સ્વીકારે, વટાવી આપે. મહારાજા : ભુખણવાલાની તો બહુ શાન, બહુ આબરૂકેદી : આખા હિન્દુસ્તાનમાં એના આડતિયા, મુનીમો ફરે, એટલે એ ગુનો કહેવાય ? બહુ લાંબી વાતો ના કર. યોર હાઇનેસ ! આ ફાઇલમાં એની સામેના પુરાવા, બ્રિટિશ કુપની સરકાર સામેની એની ચાલબાજી, પ્લાન, વગેરેના ઘણા કાગજો છે. આપ જોજો. આપ તો કુંપની સરકારના વફાદાર મિત્ર છો. એટલે એની પૂરી તપાસ કરી એને સખત સજા કરજો . મ્યુટિની એટલે કે સિપાઈઓના બળવામાં એનો સાથ સાબિત થાય તો એને જિંદગી સુધી આપના કેદખાનાના ભોંયરામાં પૂરજો. કર્નલ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 126