Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૧૪
શેતરંજનો દાવ
૧૫
નવભારતના ભાગ્યવિધાતા મહારાજા : તમારા શબ્દેશબ્દ સાચા છે. વાંક અમારા રાજાઓનો છે.
સૌ સૌ પોતાની નાની નાની રિયાસતો સાચવવા બેસી ગયા
કેદી : મહારાજ, ક્ષમા કરશો. મહારાજા : ઝવેરભાઈ, મેં અગદી કહ્યું ને કે તમે અમારા મિત્ર છો. ગમે
તે છૂટથી બોલી શકો છો. અહીં આપણે બે જ, એકલા
છીએ. બોલો. કેદી : આ બાટલી ફેંકાવી દો. મહારાજા : સ્કૉચ ! કેદી : જી, આ સ્કૉચ. આ સ્કૉચ એટલે વિસ્કી, અને સ્કોચ એટલે
એમના એક પરગણા સ્કોટલેન્ડનું લશ્કર. સ્કૉચલેન્ડની ફોજ તો અહીં બહુ નથી આવી. રખેને એ પ્રદેશ પણ હિન્દુસ્તાનનો ભાગ માંગે એટલે મોટે ભાગે આપણે જ પૈસે આ કંપની સરકારે ભાડૂતી ફોજો રાખી કુકર્મો કર્યા. રાજ્યો ઝૂંટવી લીધાં. એમાં આ સ્કૉચની બાટલીઓ, આપને ત્યાં તો હજી એક જ આવી છે પણ તે કાળે આપના રાજ્યમાં હજારો
બાટલીઓ આવશે - મહારાજા : એમ ? હજારો ?
મહારાજા : તમારી વાત તદ્દન ખરી છે, મેં શરૂઆતમાં પીધો પછી મને
થોડી વાર શતરંજ રમવામાં જરા ગાફેલપણું લાગ્યું. કેદી : નહીં તો મહારાજા ! આપ ખોટી ચાલ ચાલો શેના ? આપ
તો રમતના એટલા બધા જાણકાર – મહારાજા : ત્યારે તમે મારે માટે પણ જાણતા હતા ? કેદી : હા, મહારાજા ! રાજરમત પણ એક મોટા પાયા ઉપરની
શેતરંજ છે. સિરાજુદૌલ્લા, ઉધ, દિલ્હીના તખ્ત વિશેની
કંઈક વાતો અમેય સાંભળી હતી. મહારાજા : તમને એની ક્યાંથી ખબર પડે ? કેદી : મહારાજા ! આ દેશમાં વાતને પ્રસરતાં વાત લાગતી નથી.
આપણા દેશમાં સાધુસંતોનો તોટો નથી. એ લોકો હરરોજ લાંબા પ્રવાસો ખેડે. જાત્રાઓ કર્યા કરે, સાથમાં દોરી લોટો, લંગોટી કે લૂંગી, કંઈ ગુમાવવાનું નહીં અને દાણાદૂણીની તો
હજી આ દેશમાં તંગી પડી નથી. પણ હવે પડશે. મહારાજા : એમ – તમે એમ માનો છો ? કેદી : ખેતીને નહીં લુંટે, પણ ખેતી કરનારાઓ ઉપર ભારે કરબોજો
નાંખશે. આ અંગ્રેજ પ્રજા એટલે શું – અને એમાં આ કંપની
સરકાર એટલે તો વેપાર જ – વેપાર જ કરે. મહારાજા : તમને એક વાત કરું ? કેદી : જેવી આપની આજ્ઞા. મહારાજા : મને આમતેમથી એવું જાણવા મળ્યું છે કે કંપની સરકારનું
રાજ્ય હવે નહીં રહે. કેદી : હિન્દુસ્તાન છોડી ચાલ્યા જશે ? મહારાજા : ના રે ના, એ દિવસ તો હવે ક્યારે પણ નહીં આવે.
આ કંપની સરકાર છે. એમના ભાઈભાંડુની બનાવટની લાખો બાટલીઓ હિન્દુસ્તાનમાં ખપાવવા માંડી છે. રાજ્યમાંથી કોઈ નાના વેપારીને સારું કમિશન આપશે. પહેલાં સસ્તા ભાવે બાટલીઓના કેસો પધરાવશે. પછી એક વાર આદત પડી ગઈ કે એમાંથી છુટાશે નહીં. અને સ્કૉચ પીવાનું બંધારણ બંધાયું કે જુઓ એમને ઘી-કેળાં, આપણી પ્રજાની કમબખ્તી, તંદુરસ્તીની પાયમાલી.