Book Title: Muhpatti Charcha Author(s): Padmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ પ્રકાશકીય “મુહપત્તિ ચર્ચા” નામનો ગ્રંથ પ. પૂ. શ્રી બુટેરાયજી મહારાજે પોતાના જીવનચરિત્ર સાથેનો વિ.સં. ૧૯૩૪માં બહાર પાડેલ. તેને ફરીથી તેમની જ ભાષા રાખી ઉપરાંત ગુજરાતી અનુવાદ સાથે અમે પ્રકાશિત કરતા આનંદ અનુભવીએ છીએ. આ પુનઃમુદ્રણ ગ્રંથના પ્રેરક પૂ. પં. શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્ય તથા અનુવાદક પં. શ્રી નિપુણચંદ્રવિજયજી ગણિ તેમજ ગ્રંથના સંપાદક પૂ. પંન્યાસશ્રી પદ્મસેનવિજયજી ગણિવર્યના અમે ઋણી છીએ. સ્વ. પૂજ્ય સિદ્ધાન્ત મહોદધિ કર્મસાહિત્ય નિષ્ણાત આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા સંઘહિતચિંતક ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની દિવ્ય કૃપા તથા સમતાસાગર પંન્યાસ શ્રી પદ્મવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલતા શ્રુતભક્તિના કાર્યમાં વિશેષ પ્રગતિ થતી રહો એજ શ્રુતાધિષ્ઠાયિકા દેવીને અમારી ભાવભરી પ્રાર્થના. પ્રસ્તુત ગ્રંથના સ્વાધ્યાયથી અનેક આત્માઓ શુદ્ધ માર્ગ પામી કર્મનિર્જરાને સાધો એવી શુભાભિલાષા. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ ઃ (૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા (૨) લલિતભાઈ આર. કોઠારી (3) નવીનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુંડરીકભાઈ અંબાલાલ શાહ मुहपत्ति चर्चाPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 206