Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 16
________________ વાળ જ્ઞાનકળા તેણે પ્રાપ્ત કરી. સર્વજ્ઞ પરગાત્માએ કહેલાં નવ તત્ત્વને તે યથાર્થપણે જાણતી હતી. બંને પુત્રીઓ યૌવનવયમાં આવતાં રાજા અને રાણી તેમને માટે એગ્ય પાત્ર મેળવવા પ્રયત્નશીલ હતાં. કન્યાઓના વિચારે જાણવાની જિજ્ઞાસાથી એક દિવસ રાજાએ બંને કુંવરીઓને તેમના શિક્ષણની કસોટીરૂપે ચર્ચાને પ્રારંભ કર્યો. રાજા અને પુત્રીઓ વચ્ચે સંવાદ રસપ્રદ હતે. બંને નિપુણતાથી પ્રત્યુત્તર આપતી હતી ચર્ચાને અંતે રાજાએ અત્યંત પ્રસન્ન થઈ બંને પુત્રીઓને મનવાંછિત માંગવાનું કહ્યું. વળી રાજાએ કહ્યું કે “આ રાજયમાં મારું સાવ ભૌમત્વ છે. હું ધારું તેને સુખ આપી શકું છું. માટે તમારી જે ઈચ્છા હોય તે વિનાસંકેચ કહે.” સુરસુંદરીએ કહ્યું, “પિતાજી ! આપની વાત સાચી છે. આપના પ્રતાપે અમને સુખ પ્રાપ્ત થયું છે. કારણ કે, રાજ્યને રક્ષક રાજા જ હોય છે. માટે સૌ તમારી કૃપા વડે સુખી છે.” સુરસુંદરીના પ્રત્યુત્તરથી પ્રસન્ન થઈ રાજાએ તે સમય રાજસભામાં હાજર રહેલા શંખપુરીના રાજા અરિદમન સાથે તેને વિવાહ નક્કી કર્યા આડંબર સહિત ધામધૂમથી લગ્ન પણ ઊજવાયા. રાજા હવે મયણાને કહે છે કે, “તારું મનવાંછિત તું પણ માંગી લે.” મયણાએ વિવેકસહિત જણાવ્યું ઃ “હે પિતા! આપે આપેલા સુસંસ્કાર એ વાંછિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94