________________
૭ હિતે. સાધનની શુદ્ધિ કે પ્રજનની રક્ષા ન થાય અને સાધકનું મન આરાધનામાં તદ્રુપ ન હોય તે પૂરી જિંદગી જાય, તે પણ આત્મશ્રેય ન થાય. શુદ્ધિપૂર્વક કરેલા આ તપથી રેગ, શોક અને સંતાપ દૂર થાય છે. સંસારનાં સુખની પ્રાપિત થાય છે. અંતમાં જીવ શાશ્વત સુખ પામે છે.
વહેલી સવારે ઉપગપૂર્વક પાપના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિકમણ, તે પ્રમાણે સંધ્યા પ્રતિક્રમણ કરવું. પદની સંખ્યાને યોગ્ય કાઉસગ્ગ અને ખમાસમણું. તે પ્રમાણે સ્વસ્તિક આદિ યથાશક્તિ કરવાં. પદને વીસ નવકારવાળી ગણવી. આ દિવસોમાં સામાયિક કરી શ્રીપાળ-મયણના ચરિત્રનું શ્રવણ કરવું.
આયંબિલમાં યથાશક્તિ દ્રવ્યાદિને ત્યાગ કરે. નિત્ય સિદ્ધચકજીનું ભાવ સહિત વિધિપૂર્વક પૂજન કરવું. અને પવિત્ર ભાવના દ્વારા તે તે પદમાં લીન થવું. સાકર દૂધમાં ઓગળે તેમ નવપદમાં લય પામવાથી આરાધનાનું પરિણામ અનુભવમાં આવે છે.
ઉપર જણાવેલા પ્રકાર સામાન્ય છે. પૂર્ણ વિધિ શાસ્ત્રમાંથી જાણીને કે એગ્ય અધિકારીની નિશ્રામાં કરવી.
આ નવ દિવસ પૂર્ણ આરાધનાના છે. ત્યાર પછી પણ જીવનમાં નવપદજીની આરાધનાને વણી લેવી. તેમાં નિત્ય સિદ્ધચક્રજીનું યથાશક્તિ પૂજન કરવું.
નવપદની નવમળાને જાપ કર. યથાશક્તિ તપ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org