________________
૭ર
અનંતલબ્ધિના ભંડાર ગુરુ ગણધર શ્રી ગૌતમ સ્વામીએ મગધના સમ્રાટ શ્રેણિકને શ્રીપાળ તથા મયણુંસુંદરીની અદ્દભુત ધર્મકથાનું રસપાન કરાવી તેનું માહા
મ્ય સમજાવ્યું. તે કથાના શ્રવણનું પાન કરીને શ્રેણિક અત્યંત પુલકિત થયા હતા. ત્યાં શુભ સમાચાર મળ્યા કે ભગવાન મહાવીર પધાર્યા છે. ગણધર તથા શ્રેણિક આદિ સૌ ભગવાન સમીપે પહોંચી, વંદન કરી ચગ્ય સ્થાને બેઠા – દેવેરચતિ સમવસરણમાં પધારી ભગયાન શ્રી મહાવીર દેશના આપવા લાગ્યા :
હે શ્રેણિક! નવપદજીની આરાધનાનું મૂળ કારણ આત્મભાવ છે, તેથી નવપદ તે આત્મા છે, અને નવપદમાં જ આત્મા છે. આ નવપદને સેવવાથી ઘણું પ્રાણીઓ સંસારસાગર તરી જાય છે.
નવપદનું માહાસ્ય અને સ્વરૂપ પ્રથમ પદ અરિહંત ઃ વર્ણ – વેત, ગુણ – ૧૨
જે ભવ્યાત્મા અરિહંત પદને દ્રવ્યથી શુદ્ધ જાણે છે, ગુણોથી શુદ્ધ જાણે છે અને પરમાત્માની પર્યાય-અવસ્થાને શુદ્ધ જાણે છે. અર્થાત્ અરિહંતને દ્રવ્ય, ગુણ, પર્યાયથી શુદ્ધ જાણી તેનું ધ્યાન ધરે છે, તેમાં લીન થાય છે તે પિતાનું સ્વરૂપ અને અરિહંતનું સ્વરૂપ અભેદપણે અનુભવી અરિહંત થાય છે.
દ્રવ્ય : અરિહંતને આત્માનું ધ્યાન કરનારે આત્મા.
ગુણ: અરિહંતના જ્ઞાનાદિ ગુણે - ધ્યાન કરનાર ખામાના ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org