Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 89
________________ ૭૬ મનાદિ વૈગમાં અપ્રમત્ત છે તેવા સયમને ધારણ કર્યો છે તે સાધુભગવડત છે. પાંચ મહાવ્રતના ધારક છે. નવ પ્રકારે બ્રહ્મચર્ય નુ પાલન કરે છે, સદા સમતામય જેની વૃત્તિ છે તે સાધુભગવંત સુત્રની જેમ કસેાટીમાંથી પસાર થયા પછી અનુક્રમે આચાર્ય પદવીને યોગ્ય થાય છે. સુવર્ણની કસાટીને પથ્થર કાળા હોય છે તેમ સાધુપદની શ્યામ વર્ણ આરાધના થાય છે. આરાધકે સાધુ-ભગવંતને નમન, આદર કરવાં, વસ્તીમાં, વસ્ત્ર-પાત્રાદિ ઔષધ વગેરે આપવાં, દીક્ષાથી'ની અનુમાદના કરવી, અને સાધુપદ ગ્રહણ કરવાની ભાવના કરવી. છઠ્ઠું પદ સમ્યગ્દર્શન પદ : વણુ - શુલ (વેત,) ભેદ – ૫૭. ઉપશમ, સવેગ, નિવેદ, અનુકપા અને આસ્તિકયના ગુણે પ્રગટ થતાં મિથ્યાતત્વ મહનીયની સાત પ્રકૃતિના ક્ષય કે ઉપશમથી સ્વ-સ્વરૂપમય સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ગુણાની ઉજ્જવળતા શુદ્લ વથી આરાધાય છે. સર્વજ્ઞ કથિત જીવાદિ પદાર્થોથી યથાર્થ શ્રદ્ધા તથા સંજ્ઞ દેવ, નિ' ગુરુ અને દયારૂપ ધર્મોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. આ પદ મેક્ષપદની પ્રાપ્તિનુ' બીજ છે. તેની 'પ્રાપ્તિથી સ’સારપરિભ્રમણ સક્ષિપ્ત થઈ ક્ષીણ થાય છે. માનવજીનનું શ્રેષ્ઠ કવ્ય સમ્યગ્દર્શન-પ્રાપ્તિનું છે. તેની પ્રાપ્તિ માટે તત્ત્વના અભ્યાસ કરવા, યથાર્થ શ્રદ્ધા કરવી. થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94