________________
૭૯
કર્મો લાગેલાં છે. તે તપ દ્વારા તપ્યા પછી આત્મપ્રદેશથી છૂટાં પડે છે. માટે સમતાપૂર્વક કેઈપણ લૌકિક અપેક્ષા વગર તપ કરવાથી આત્મામાં શુદ્ધ દશા પ્રગટ થાય છે. તાપદના આરાધકે આ દિવસો ઉપરાંત નાનાં મોટાં તપ કરવાં. તપસ્વીઓની ભક્તિ–સેવા કરવી.
તપ દ્વારા આતમ ઉજજ્વળ થતું હોવાથી તપનું આરાધન શુક્લવર્ણથી કહ્યું છે. નવપદની આરાધના માટે શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વીજને સૌને અધિકાર છે. છતાં તેમાં કેટલીક આવશ્યક્તાઓ લક્ષ્યમાં લેવા ગ્ય છે. દરેક પિતાની મર્યાદામાં આ તપની આરાધના કરે છે.
સવિશેષ શ્રાવક-શ્રાવિકા ગૃહસ્થધમનું પાલન કરતા હોવાથી તેઓએ આવા તપના નિમિત્તે સ્નાપૂજા, વિવિધ પૂજાના પ્રકાર, ઉજમણ, તીર્થોદ્ધાર વગેરેનું યથાશક્તિ આજન કરવું.
ધર્મ આરાધના રૂપ નવપદની આરાધનાના બળે શ્રીપાળ ભૌતિક સુખ પામ્યા તે સુખ ગૌણ હતું. અર્થાત્ મેક્ષને કાળ હજી દૂર હતા, તેથી વચમાં આવતે વિશ્રામ હતે. નવદપની આરાધનાનું સારું પરિણામ તે નવમા ભાવમાં શ્રીપાળે સંસારને ત્યાગ કરી, વૈરાગ્ય બળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામ્યા. અને અઢળક સુખસામગ્રી છતાં તેની મૂછ ન હતી તે તેમનું સાચું પુણ્ય અને ધર્મ ભાવના
હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org