Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 23
________________ ૧૦ હતા. તેણે મયણાને સમજાવી, “હે રૂપવતી ! મારી સાથે. રહેવામાં તારું હિત નથી. હું રોમેરોમે કેઢ રોગથી પીડાઈ છું. જોતજોતામાં આ રેગ મારા સહવાસથી તારા લાવણ્યમય સૌંદર્યને પણ ભરખી જશે. માટે તું તારી માતા પાસે જા અને અન્યત્ર લગ્ન કરી સુખી થા.” શ્રીપાળની સજજનતા અને નેહભર્યા શબ્દોના શ્રવણથી મયણના દિલના તાર ઝણઝણી ઊઠયા. તેણે કહ્યું કે, “સતી સ્ત્રીને બે પતિ હેઈ જ ન શકે. સતીને અન્યત્ર સુખની અપેક્ષા ન હોય, અને દુઃખથી પાછા ફરવાનું ન. હોય. તેનું સુખ પતિના સહવાસમાં રહ્યું છે. વળી મારા ભાગ્યમાં જે લખ્યું છે તે બન્યું છે. તમે નિશ્ચિત રહે. ધર્મના પ્રભાવે સારું થઈ જશે.” - મયણાના શ્રદ્ધાયુક્ત વચનનું શ્રવણ કરી, શ્રીપાળની વાણું યંભી ગઈ. બંનેએ તે રાત્રિ ધર્મભાવના અને પ્રભુસમરણમાં ગાળી. અહો ! શ્રીપાળનું સૌજન્ય અને શીલ. ધન્ય! મયણાસુંદરીની શ્રદ્ધા અને સતીત્વ. રે કર્મ! તારો કોયડો પણ અજબ છે. પવિત્ર પ્રેમના પ્રવાહમાં પલકવારમાં રાત્રિ વ્યતીત થઈ ગઈ. છતાં બંને સ્વસ્થ અને પ્રસન્ન હતાં. પ્રાતઃકાલ થતાં મયણાને નિયમ મુજબ પ્રભુદર્શનની ભાવના થઈ તેણે પતિને કહ્યું કે, “આપણે પ્રભુદર્શન કરવા જઈએ.” શ્રીપાળ તો પાંચ વર્ષની ઉંમરથી કેઢિયાના ટોળામાં જંગલમાં ફરતું હતું ત્યાં તેને પ્રભુદર્શનને કોઈ યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94