________________
૧૭
શ્રી પાળની માતા ગાનુગ આ નગરમાં હતી. તે એક દિવસ દેવદર્શને આવી. ત્યાં શ્રીપાળે માતાને ઓળખી લીધી, અને તેને પ્રણામ કર્યા. મયણા તેને અનુસરી. પછી ત્રણે સાધમિકને ત્યાં ગયા. શ્રીપાળે માતાથી છૂટા પડ્યા પછીની સર્વ હકીકત માતાને કહી સંભળાવી. કમળપ્રભાએ પિતાની વીતકકથા કહી કે, દેશવિદેશ તારા માટે ઔષધની શોધમાં ફરતી હતી. ત્યાં એક વાર ગુરુ મહારાજ મળ્યા. તેમણે પિતાની જ્ઞાનલબ્ધિથી તારી હકીક્ત કહી. આથી તને શોધતી શેલતી હું અહીં આવી પહોંચી. માતા પુવૅમિલનથી અત્યંત સુખી થઈ. માતા, શ્રીપાળ અને મયણા સુખેથી કાળ નિર્ગમન કરે છે. ધર્મારાધનામાં પ્રવૃત્ત રહે છે.
પ્રજા પાળરાજાએ આવેશમાં ભાન ભૂલીને જયારે મયણાને કુકરાગી ઉંબર રાણા સાથે પરણાવી હતી, ત્યારથી ધર્મપ્રિય રાણી રૂપસુંદરી પતિને આવા વર્તનથી અત્યંત દુઃખી થઈ હતી. આથી પિતે ઉજજયિનીમાં રહેતા પિતાના ભાઈ પુણ્યપાળરાજાના નિવાસે રહેતી હતી. ધર્મારાધનાથી કંઈક સાંત્વના પામતી હતી.
એક દિવસ એવું બન્યું કે તે જિનમંદિરમાં દર્શનાર્થે આવી ગાનુયેગ તે જ મંદિરમાં માતા, પુત્ર અને પુત્રવધૂ અત્યંત ભાવથી પ્રભુભક્તિ કરતાં હતાં. ભક્તિપદના શ્રવણથી તેનું ધ્યાન ગાનાર મયણા પ્રત્યે ગયું, અને તેણે તરત જ પુત્રી મયણાને ઓળખી લીધી.
તે કાળે કે સર્વકાળે સ્ત્રી જીવનના સતીત્વને પતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org