________________
૩૮
લાવ્યા પછી રાજાએ તેમની સાથે રૂપવતી રાજકન્યાને પરણાવી છે.
ખરેખર હકીકત શું બની હતી?
વિષયલેપ અને ધનલેભી ધવળે કાવત્રુ કરી શ્રીપળને દરિયામાં ધકેલી દીધા હતા. પણ “જળતરણ વિદ્યાના પ્રભાવે શ્રીપાળ ડૂખ્યા નહિ, અને પુણ્યગે નવપદના રમરણથી દરિયામાં એક મગરમચ્છની પીઠ પર આવી ગયા. કેમ જાણે તેમને માટે નૌકા બનીને તે મ તેમને કિનારે લઈ જવા આવ્યું હોય તેમ કંકણના દરિયાકાંઠે લઈ આવ્યું હતું.
ધમને ઝેર અમૃતરૂપે પરિણમે. દાવાનળ હિમ જે શીતળ બને. સર્પ ફૂલની માળા થઈ સ્વાગત કરે. જગત મંગલમય બની જાય.
સમુદ્ર સ્વયં ધરતી થઈને ધારણ કરે. શ્રીપાળ અને મદનમંજરી
એક રાત્રિને દરિયાને થાક ઉતારવા શ્રીપાળ એક વૃક્ષની છાયા નીચે વિશ્રાંતિ લઈ રહ્યા હતા, ત્યાં તેમણે કંઈક કોલાહલ સાંભળે. આંખ ખેલીને જોયું તે સુવર્ણની અંબાડી સહિત હાથી, ઘેડા, સૈન્ય વગેરે તેમની સામે હાજર હતાં. રાજ્યના મહામંત્રી તેમને નમીને વિનંતી કરવા લાગ્યા :
“હે સ્વામી ! અમે આપનું સ્વાગત કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org