________________
આ પ્રતિજ્ઞા નગરમાં અને અન્યત્ર પ્રસિદ્ધિ પામી હતી. આથી રાજકન્યાને મેળવવા કેટલાય રાજકુમારે વીણાવાદન શીખવા નગરના વિદ્યાચાર્યો પાસે આવવા લાગ્યા. આ ઉપરાંત ભાગ્યને અજમાવવા ઉત્સુક એવા વ્યાપારીઓ અને અન્ય નાગરિકે પણ વીણાવાદન શીખવા લાગ્યા.
આથી નગરની શેરીએ શેરીએ વીણાઓ ગુંજતી થઈ ગઈ છે. જાણે આ સિવાય કોઈને અન્ય કંઈ કાર્ય જ ન હોય તેમ નગરમાં ચોરે ને ચૌટે વિણાની કળાને વિષય ચર્ચાસ્પદ થઈ પડ્યો છે. કુંડલપુર વીણાવાદનપુર થઈ ચૂકયું છે.
એમાં હવે ગામના ગોવાળ, ભરવાડ, વાળંદ કે સુથાર-કડિયા કેઈ વણું બાકી નથી. ધંધા-રોજગાર છોડી દરેકને મરથ એક થઈ ગયેલ છે કે વીણવાદનમાં વિજય મેળવી રાજકન્યા મેળવવી.
પણ ગુણસુંદરીને વીણાવાદનમાં જીતવી તે કઈ સહેલું ન હતું. આમ વર્ષો વીતતાં ગયાં. આથી રાજા-રાણી ચિંતિત થયાં છે. રાજકન્યાને પ્રાપ્ત કરવાના મનોરથવાળા છે પણ મહાપુરુષાર્થ કરે છે. વળી દર માસે વીણાવાદનની સ્પર્ધા
જાય છે અને પરાજય પામેલા પુનઃ નવો પરિશ્રમ આદરે છે. પુનઃ પરાજય પામી રાજકુંવરીનું દાસત્વ સ્વીકારે છે.
આ પુરુષાર્થ એક્ષપ્રાપ્તિ માટે કર્યો હોય તે જીવ કેવું સુખ પામે. પણ તુચ્છ સુખને આકાંક્ષી અજ્ઞાનવશ જીવ એ મર્મનું રહસ્ય પામી શકતું નથી.
સાર્થવાહ કહે છે, હે રાજા ! બામ કુડલપુર નગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org