Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 68
________________ પપ રાણીઓ સહિત દેશવિદેશની યાત્રા કરી શ્રીપાળરાજા થાણું બંદરે પધાર્યા હતા. ધર્માત્માઓને પુણ્ય શોધતું આવે છે. તેઓ ધન પાછળ દેડતાં નથી પણ લક્ષમી તેમને વરમાળા પહેરાવે છે. થાણ બંદરે આવું જ કંઈ બની ગયું. થાણાનગરીને રાજા નિસંતાન હતા. વળી સગાઈએ શ્રીપળના મામા થતા હતા. પિતાના ભાણેજનું ઐશ્વર્ય જોઈ મામા અત્યંત પ્રસન્ન થયા અને તે દિવસે શ્રીપળકુવરને રાજગાદી પર આરૂઢ કરવા રાજ્યાભિષેક કર્યો. થોડા દિવસો સુધી કાઈને માતા તથા મયણાસુંદરીને મળવા ત્યાંથી શ્રીપાળરાજાએ પ્રયાણ કર્યું. માર્ગમાં આવતા નગરના રાજાઓ વડે માન-સત્કારને સ્વીકારતા શ્રીપાળરાજાએ સોપારક નામના નગર સમીપે નિવાસ કર્યો. પરંતુ આ નગર ઉજજડ સમશાન જેવું કેમ ભાસે છે? આ નગરને રાજા વિવેકપૂર્વક આદર કરવા નથી આવતે કે શક્તિ છતાં યુદ્ધ કરવા કેમ આવતું નથી? આ સોપારક નગરને મહાસેન રાજા છે. તેને તારામતી રાણીથી તિલમંજરી પુત્રી છે. ગુણવાન અને રૂપવાન તે કુંવરીને સાપે દંશી છે. આથી મહસેન રાજાને માથે આફત આવી છે. પરોપકાર વૃત્તિવાળા શ્રીપાળરાજા અનુકંપાના ભાવથી તરત જ સર્ષથી દંશ પામેલી કુંવરી પાસે જવા તૈયાર થયા. તે વખતે કુંવરીને મરેલી જાણી સમશાનયાત્રા નીકળતી હતી. શ્રીપાળરાજા ત્યાં પહોંચ્યા અને કહ્યું કે તમે ડીવાર શેકાઈ જાવ. વળી કુંવરીને જોઈને કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94