________________
૫૮
તે કાળે ક્ષત્રિય રાજાઓને અનેક રાણીએ રાખવાની. પ્રણાલી હતી. રાજકન્યાઓને સ્વીકાર કરી અન્ય રાજાએ સાથેના સંબંધમાં સંઘર્ષ ટાળી શકાય તેવું પણ બનતું. વળી રાજા જ્યાં જ્યાં પરાક્રમી તરીકે પ્રસિદ્ધ થાય ત્યાં ત્યાં તેમને ભેટમાં કન્યાઓ આપવાની પ્રથા હતી. તે સમયની ક્ષત્રિયાણ – સ્ત્રીઓ આ પ્રથાને આવકારી લેતી, અને પતે રાજરાણું હોવાને સંતોષ માની લેતી હશે.
શાસ્ત્રકારની પદ્ધતિથી વિચારીએ તે પુયબળ હતું. શ્રીપાળની કથામાં નવપદનું માહાસ્ય કેવળ ભૌતિક સંપત્તિ. વિષે નથી પણ અંતમાં મુક્તિનું પ્રદાન થયું તે માહાતમ્ય છે. છતાં ધર્મ એવું સાધન છે કે તેના વડે પ્રાણી સર્વ પ્રકારનાં સુખ પામે છે. શાસ્ત્રકારે શ્રીપાળરાજાની આઠ રાણીઓને યુક્તિથી ઉપમા આપી છે; - આઠ દષ્ટિયુક્ત સમકિતવંત આત્મા નવમી સર્વવિરતિને ઈ છે. અષ્ટ પ્રવચનમાતા સહિત ગુણવંત મુનિ નવમી સમતાને ઈચછે. આઠ પ્રકારની બુદ્ધિ સહિત પણ મુનિ નવમી કેવળજ્ઞાનની સિદ્ધિ છે.
શ્રીપાળ આઠ રાણીઓની સાથે સુખને ભેગવતા હતા, છતાં ઉજજેન તરફના પ્રયાણની તૈયારી કરી. આઠ રાજ્યનાં કન્યારત્ન અઢળક કન્યાદાન, અન્ય ભેંટણ, વહાણની સંપત્તિ, શ્વસુરપક્ષથી મળેલા હાથી, ઘેડા, રૌન્ય અને વસ્ત્ર-પત્રના ભંડારે સહિત જ્યારે શ્રીપાળની સવારી નીકળી ત્યારે એક ચક્રવતીની રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org