Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 72
________________ ૫૯ જેવું દશ્ય સૌની નજર સમક્ષ ખડું થયું. માર્ગમાં આવતા નવા નવા નગરેના અને રાજના રાજાઓએ કંઈક કંઈક સગપણ વિચારી, અથવા શ્રીપાળના વૈભવ તથા પરાક્રમથી પ્રભાવિત થઈ, નજરાણાં વડે શ્રીપાળની સમૃદ્ધિમાં વિશેષ વૃદ્ધિ કરી. અનુક્રમે દેશવિદેશના બહુમાનને ગ્રહણ કરતા શ્રીપાળ વિશાળ સૈન્ય સાથે માલવદેશની નજીક પહોંચી ગયા. ઉજજૈન નગરીમાં વસતા માલવદેશના રાજાને અનુચરેએ સમાચાર આપ્યા કે કોઈ દુશ્મન મહાસૈન્ય સાથે ચઢી આવે લાગે છે. આથી રાજાએ પિતાના ગઢને સજજ કરવાનો આદેશ આપ્યું. ઉજજૈન નગરીની બહાર શ્રીપાળરાજાના સૈન્યને પડાવ થશે. ત્યાર પછી માતા તથા પત્નીને મળવા ઉત્સુક બનેલા શ્રીપાળ, દેવ તરફથી મળેલા હારના પ્રભાવે ગુપ્ત રીને માતાના મહેલે આવી પહોંચ્યા. તે સમયે કલમપ્રભા પુત્રવધૂ મયણાને ઉદ્દેશીને કહે છે, “આપણી નગરીને કેઈ દુમન રાજાએ ઘેરી લીધી છે. શ્રીપાળ અહીં છે નહિ, તેથી હવે આપણું શું થશે ?” મયણા કહે છે, “માતા! જરા પણ ચિંતા ન કરો. પણ નવપદનું ધ્યાન કરે, જેનાથી સર્વ દુઃખ નાશ પામે છે. વળી આજે પરમાત્માની પૂજા કરતા મારા ભાવ અત્યંત ઉલસિત થયા હતા. તેથી મને લાગે છે તે શ્રેષ્ઠ ક્રિયાનું લક્ષણ છે. તેથી કોઈ ભય રાખવાનું પ્રયોજન નથી. આવી. અમૃતમય ક્રિયા એ મોક્ષમાર્ગને અનુરૂપ છે, તેથી સંસારનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94