________________
શિકારે નીકળે, ત્યાં શિકાર પ્રાપ્ત ન થયે. પાછા વળતાં એક મુનિને જોયા અને નિષ્ફળતાના આવેગથી તેણે મુનિને પકડીને નદીના પાણીમાં ઝબોળી દીધા. પણ આ વખતે મનમાં કંઈક રંજ થયે. આથી મહેલમાં પહોંચી રાણીને આ વાત કરી, રાજાના મુખે આવું દુષ્કૃત્ય સાંભળી રાણી કંપી ઊઠી, અને આનું ફળ કેવું ભયંકર હોય છે તે સમજાવ્યું.
આથી રાજાએ ભયગ્રસ્ત થઈ પુનઃ તેમ ન કરવા વચન આપ્યું. માનવમનની વિચિત્રતા એ છે કે જીવે હસતા બાંધેલું કર્મ રડતા પણ છૂટતું નથી અને જોગવવું પડે છે. કેહવાર તે વર્ણનાતીત હોય છે. અજ્ઞાનદશામાં જીવને તે
ખ્યાલ પણ નથી હોતું કે તેના દરેક ક્ષણના શુભાશુભ પરિણામની કર્મસત્તા નેંધ લે છે. પ્રગટ-અપ્રગટ સર્વ ક્રિયાઓ પર સર્વત્ર અને સર્વથા પિતાના પ્રભાવ દર્શાવનારી કર્મસત્તા, જીવને એગ્ય સમયે જેમ ચોર ઊંઘતા. ઝડપાઈ જાય તેમ કર્મ, તેને તેનું ફળ આપી દે છે. જે શુભકર્મને વેગ હોય તે પરિણામ સુખ-સમૃદ્ધિ રૂપે પ્રગટ થાય છે. અને જે અશુભ કર્મવેગ હેય તે દુઃખની પરંપરા સર્જાય છે. માટે માનવે અજ્ઞાન નિવારવું. તેનાથી દુઃખમાંથી મુક્તિ મળે છે. પાપથી મુક્ત થયા વગર દુઃખથી મુક્ત થવાતું નથી.
રાણીએ પુનઃ પુનઃ શિકારથી થતી હિંસાનાં દુઃખદ પરિણામો સમજાવ્યાં. ક્ષત્રિય ધર્મ સમજાવ્યું કે રાજાનું કામ પ્રજાનું રક્ષણ કરવાનું છે. નિઃશસ્ત્રી પર શસ્ત્ર છેડવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org