Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 65
________________ હોય તેવું જણાતું હતું. શૈલેયસુંદરીએ પરાક્રમી, ગુણવાન, કોઈ રૂપવાન એવા આકાંક્ષી રજાઓ, રાજકુંવરે અને મહારાજાઓની લાંબી શ્રેણી પ્રત્યે એક વેધક નજર નાંખી. અંતમાં બેઠેલા શ્રીપળકુમાર પ્રત્યે નજર સ્થિર થઈ. શ્રીપાળનું નટખટપણું પણ કેવું? વામન અસલ રૂપમાં કુંવરીને દેખાતે હતો. તેથી કુંવરી મનથી તેને વરી ચૂકી. ત્યાં તે તેની પરીક્ષા કરવા વળી તે વામનરૂપ ધારણ કરતે, અત્યંત કુરૂપતાને પ્રગટ કરતે, વળી અસલ રૂપને ધારણ કરતો. આથી રાજકુંવરી ક્ષણભર મૂંઝાઈ જતી. છતાં તેનું મન તે એ વામન પ્રત્યે આકર્ષિત થયેલું હતું. તેથી સાથેની દાસીએ અનેક રાજાઓનાં પરાક્રમ, રૂપ કે ગુણનાં વર્ણન કર્યા તે પણ કુંવરીનું મન માન્યું નહિ. ત્યાં આકાશવાણીની જેમ અધિષ્ઠાયક દેવના શબ્દો શ્રવણ થયા કે “તારે માટે વામન જ ગ્ય છે.” કુંવરીએ તરત જ વામનના કંઠમાં વરમાળા પહેરાવી. આખીયે સભામાં સન્નાટો વ્યાપી ગયે. ઉપસ્થિત રાજાઓને પિતાનું અપમાન થતું લાગ્યું. એક વામન આવું રૂપાળું રાજરત્ન મેળવે ! પુનઃ કાગને કેટે સેનાની કડી? ઉકરડે મહામૂલ્યવાન રત્ન ? સૌને લાગ્યું કે કુંવરીમાં રૂપ છે પણ બુદ્ધિને તે. છાંટો પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94