________________
૪૧
નામ ધવળ પણ હૃદય જાણે કાજળ તે હવે નવી કુયુક્તિ શેાધવા લાગ્યા. ધવાના હાથના કર્યા હૈયે વાગ્યા
ઈર્ષ્યાની આગમાં બળતા ધળ ઉતારે પહોંચ્યા. -દાસીએ પ ́ખા વીંઝે છે, પણ ધવળની માનસિક પીડા ઠરતી નથી. ત્યાં તેણે કઈંક કોલાહલ સાંભળ્યા. તે વખતે ચંડાળજાતિના હલકટ વર્ણનું, કૃશકાય, જીવસ્રધારી અને દીનહીન દશાવાળું એક ટોળું ત્યાં આવ્યું. તેમણે સહાય માટે યાચના કરી અને કપટી ધવળની બુદ્ધિમાં ચમકારો થયે.
તેણે ટોળાના નાયકને ખેલાવ્યા અને કહ્યું કે, ‘જે તમે મારું કામ કરે તે તમને ઘણું ધન આપીશ.' ધનની લાલચે તે નાયક કામ કરવા તૈયાર થયે.
ધવળશેઠે તેમને શીખવ્યું કે તમારે દરબારમાં જવું. ત્યાં રાજાની બાજુમાં તેમના જમાઈ સિંહાસન પર બેઠા હશે. તે તમારા પુત્ર છે તેમ બ્રૂમેા પાડીને કહેવું. અને તેની પાસે જઈ તેને વળગી પડવું, બીજાએ વળી નવી સગાઈ કાઢવી..'
આમ નક્કી કરીને ધનને અર્ધી ચંડાળ નાયક - દરખારમાં પહોંચ્યા અને રાજા પાસે ધનયાચના કરી. રાજા હવે સર્વકાર્ય શ્રીપાળના હસ્તે કરાવતા હતા. તેમણે -તરત જ શ્રીપાળને કહ્યું કે, ‘આ નાકકને દાન વગેરેની સહાય કરે.’
જ્યાં શ્રીપાળે નાયકને દાન આપવા હાધુ સંમાન્ચે કે તરત જ તે નાયક શ્રીપાળને ભેટી પડયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org