________________
પણ ખરે સમયે તારાં વિચિત્ર લક્ષણે પ્રગટ કરે છે. ધર્મભાવનાયુક્ત વળી સાંસારિકપણે અમે સુખે સમય. નિર્ગમન કરતા હતા તે પણ તું સહી ન શક્યું?
આખરે શ્રીપાળે અત્યંત સનેહપૂર્વક મયણાને સજ્જન અને પરાક્રમી પુરુષની જીવનપ્રણાલિ સમજાવી આશ્વાસન આપ્યું, પુરુષનું જીવન કેવળ સુખસગવડમાં પૂરું થઈ જાય તેવું સીમિત નથી. પિતાના પરાક્રમને પ્રગટ કરવું તે રાજપુરુષને વ્યવહારધર્મ છે.
તું અહીં માતાની સેવા કરજે. ધર્મની આરાધના કરજે. હું શીઘ્રતાથી પાછા ફરીશ. દેશપરદેશ સાથે ફરવામાં ઘણું જોખમ છે.” આમ ઘણા પ્રકારે શ્રીપાળે નેહા થઈને તેને સમજાવી.
મયણાનું મન પતિ વગરની પિતાની દશાના વિચારથી સુબ્ધ થયેલું હતું. તેથી વ્યથિત ચિત્તે તેણે કહ્યું, “ભલે તમે કહે છે તે મને માન્ય છે, પણ મને શંકા છે કે આપના વિરહમાં મારા પ્રાણ રહેશે કેમ? અથવા મારા પ્રાણ તે. આપની સાથે જ હશે.”
મયણ રાજકુળની અને તે કાળની સમાજવ્યવસ્થાથી જાણકાર હતી. તેથી મનમાં શંકા પણ થઈ. દેશપરદેશ, ફરતા આવા પરાક્રમી અને સૌંદર્યવાન પુરૂષને અનેક કન્યાઓ પ્રાપ્ત થશે. આથી અંતમાં સજળ નયને તે. કહેવા લાગી, “હે નાથ! અન્ય સ્ત્રીઓને પરણીને તમે તમારી. આ પ્રાણપ્રિયાને ભૂલી ન જશે.” પુનઃ શ્રીપાળે તેને આધા. સન આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org