________________
૨૭
શ્રીપાળકુ'વર પરદેશ સિધાવે છે, તે વાત મહેલમાં કર્ણોપક પહાંચી ગઈ. સગાંસ્નેહીઓ, દાસદાસીએ સૌ એકઠાં થઈ ગયાં. શ્રીપાળ પણ સ્વરક્ષણનાં સાધના સહિત સૌના શુભાશિષ લઇને વિદાય થયા. ખરું રક્ષણ તે તેમના ચિત્તમાં નવપદજીની શ્રદ્ધાનું હતું. શ્રીપાળ એકાકી ચાલી નીકળ્યા
પણ પુણ્ય તેમની સાથે હતું,
પુણ્યના યાગ અને સ્વમળની શ્રદ્ધા સહિત શ્રીપાળ એકાકી ચાલી નીકળ્યા, કેમ જાણે ભાવિમાં મુનિપણે આમ જ એકલા નીકળવાના હાય ! કેટલાય દિવસે નવાંનવાં નગર અને સ્થળે જોતાં પસાર થયા. ત્યાં એક દિવસ જગલમાંથી જતાં ગીચ ઘટામાં એક ચંપકવૃક્ષ નીચે એક માણસને તપસહિત જપ કરતા જોયા. પોતે આશ્ચર્યથી આ દૃશ્ય જોતા હતા ત્યાં તે પેલા પુરુષે આંખ ખોલી, સાશ્ચર્ય તેણે કહ્યું :
2
હું ઉત્તમ પુરુષ ! મને તમારા જેવા કેાઈ ઉત્તમ. સાધક પુરુષની સહાયની જરૂર હતી. હવે મારું કાર્ય સિદ્ધ થશે. કારણ કે હવે હું નિય અને એકાગ્ર ચિત્તે મારું કાર્ય સિદ્ધ કરીશ. ઉત્તમ સાધક સિવાય મારું મન સ્થિર રહેતું નહાતું.'
શ્રીપાળે કહ્યું, ‘ભલે, હું તમારી સહાય કરીશ. તમે નિશ્ચિતપણે તમારું સાધ્ય સિદ્ધ કરો.'
તે યાગીપુરુષે નિર્ભીય થઈ એકાગ્ર ચિત્તે પોતાની વિદ્યા સિદ્ધ કરી. આથી પ્રસન્ન થઈ છે યાગીએ શ્રીપાળને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org