Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 43
________________ ૩૦ લડવા શૂરા થયા તે શ્રીપાળના બાણથી વીંધાઈને મરણ પામ્યા. ઘણીવાર થવા છતાં શ્રીપાળને લઈને સૈન્ય આવ્યું નહિ. આથી ધવળશેઠ અધીરા થઈ જાતે જ ત્યાં આવી પહોંચ્યા. શ્રીપાળને જોતાં તેમને લાગ્યું કે આ કોઈ લિબ્ધિવંત પુરુષ છે; માટે બળનું કામ નથી પણ કળનું કામ છે. આમ વિચારી તેણે શ્રીપાળનું બહુમાન કર્યું અને પિતાની આફત નિવારવા વિનંતી કરી. પરોપકારી પુણ્યવતા પરાક્રમી શ્રીપાળ ધવળની સાથે વહાણની નજીક આવ્યા. નિઃસ્પૃહભાવે તેમણે નવપદજીનું “ધ્યાન ધર્યું. તેમને શુભે ભાવનાં સ્પંદનથી વહાણે હલવા લાગ્યાં. અર્થાત જે દૈવી શક્તિએ વિન ઊભું કર્યું હતું. તેમ હવે તે શક્તિ અનુકૂળ થઈ. ત્યારપછી ધવળશેઠના આદેશથી વાજિંત્રેના નાદ સાથે પ્રસ્થાનની તૈયારીઓ થઈ. ધવળશેઠે નક્કી કર્યા પ્રમાણે શ્રીપાળને એક લાખ સોનામહોર આપી. શ્રીપાળના અદ્દભુત પ્રભાવથી ધવળશેઠ વિચારવા લાગે કે આ માનવ રત્નચિંતામણિ જેવું છે. સાથે રાખે હેય તે વિદને ટળે અને ધનપ્રાપ્તિ પણ વિશેષ થાય. આમ વિચારી તેણે શ્રીપાળને કહ્યું કે તમે મારી સાથે ચાલે.' વળી ધવળશેઠે કહ્યું કે, “મારી સાથે દસ હજાર સૈનિક છે. પણ તમે તે એક છે છતાં આ લશ્કરની સમાન બળવાળા છે. તેથી તમે સાથે આવે તે માટે તમે જ કહેશો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94