________________
૧૨ શ્રીપાળના હાથમાં આવ્યાં. શ્રીપાળ અને મયણા સાશ્ચર્ય આ દશ્ય જોઈ રહ્યાં. તેમની શ્રદ્ધા વધુ દઢ થઈ. મયણના મનમાં અનુમાન થયું કે હવે મંગલ પ્રારંભ જરૂર થશે.
પૂરી રાત્રિ પાળેલું અખંડ બ્રહ્માવત, પિતાના ભાગ્યને સહર્ષ સ્વીકાર. પ્રભુદર્શનમાં અખંડ આત્મવૃત્તિ. તેની ફળશ્રુતિ મંગળનું આગમન.
પ્રભુદર્શનની અનન્ય ભાવનાનું કૃપામૃત. પ્રભુદર્શન પછી સાધકનું બીજું પ્રાત:કાર્ય ગુરુવંદન છે. ગાનુગ મંદિરની નજીકના ઉપાશ્રયમાં જ્ઞાની મુનિ સુંદરસૂરિ મહાત્મા ઉપસ્થિત હતા. બંને અત્યંત ઉત્સાહ સહિત ત્યાં પહોંચ્યા. ગુરુવદન કરી વિવેકપૂર્વક બેઠાં.
મયણું અગાઉ કોઈવાર સખીઓ સાથે ગુરદર્શને આવતી હતી. આજે કુષ્ઠરોગી સાથે આવેલી જે મુનિશ્રીએ પૂછ્યું, “મયણા! તારી સખીઓ ક્યાં છે? તું કેની સાથે આવી છું? આ ભાગ્યવાન યુવાન કેણ છે? મયણાએ સંક્ષેપમાં હકીકત જણાવી.
મયણઃ “ગુરુદેવ! મારા ભાગ્યમાં જે હતું તે બન્યું છે, પણ મારી વ્યથા એ છે લોકોમાં ધર્મભાવનાને આદર કે આદર્શ નહિ રહે, પણ શાસનની અવહેલના થશે. આપ કેઈ ઉપાય બતાવે.”
ગુરુદેવઃ “મયણા! તારી વાત સાચી છે. પણ અમે મુનિ છીએ, અમારી પાસે કપ કે જડીબુ ન હોય, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org