________________
તું શ્રદ્ધા રાખજે. જેમ તારી ભક્તિથી પ્રેરાઈને કઈ શાસનદેવે મંગળનાં ચિહનરૂપે માળા તથા શ્રીફળ આપ્યાં છે તેમ તારી શ્રદ્ધાના ફળથી પુર્યોદયે તારું શુભ જરૂર થશે. ગુરુની નિશ્રામાં પ્રાપ્ત થયેલા ધર્મ
(નવપદની આરાધના) શ્રીપાળની મુખરેખા નિહાળી ગુરુદેવે કહ્યું કે, “આ લાગ્યવાનની મુખરેખાઓ દર્શાવે છે કે તે કોઈ ઉત્તમ આત્મા છે, અને તે શાસનપ્રભાવક પુરુષ થશે.” ગુરુ જ્ઞાની હતા. તેમની દષ્ટિ તેના શરીર પ્રત્યે ન હતી, પણ તેમણે શ્રીપાળના આત્માને ઓળખી લીધું હતું. મયણને ગુરુદેવના વચનમાં વિશ્વાસ હતું. આથી ગુરુદેવને પણ એક શુદ્ધ ઉપાય સૂઝી આવે.
ગુરુદેવે કહ્યું, “મણા અમારી પાસે પૌગલિક ઉપાય નથી પણ પારમાર્થિક ઉપાય જરૂર છે.” અને તેમણે આગમપ્રણિત સિદ્ધચકયંત્રની અને મંત્રની વિધિ મયણને બતાવી. અને કહ્યું કે “આ મંત્ર અત્યંત મહિમાવંત છેઃ
આસો સુદ સાતમથી પૂનમના દિવસે નવ દિવસ આયંબિલનું વ્રત કરવું. તે દિવસેમાં છ આવશ્યક આરાધવા. શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું. ક્રમવાર તે તે પદની આરાધના. વળી ચૈત્ર સુદ સાતમથી પૂનમના દિવસોમાં આ આરાધના શ્રદ્ધાપૂર્વક કરવી. નવપદની વિધિ પ્રકારે પૂજા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org