________________
અનુભવી મંત્રીએ સભા વિસર્જન કરી, રાજાને વિનંતી કરી કે, “આપણે સૌ રાજવાડીએ જઈએ.” રાજા, રાજ પરિવાર, મંત્રી અને સૈન્ય સહિત રાજવાડીએ જવા નીકળ્યા. માર્ગમાં દૂરથી એક ટોળું આવતું જોઈને રાજાએ મંત્રી સામે પ્રશ્નસૂચક દષ્ટિ કરી.
મંત્રીઃ “હે રાજન! આપણે દિશા બદલીને જવુ પડશે. આ ટોળું કુષ્ઠ રેગથી ગ્રસિત છે. સાતસો કેઢિયા ગામોગામ ફરે છે અને તેમના ઉંબર રાણ માટે રાજકન્યા શધે છે.”
એવામાં કુકરેગીઓને નાયક રાજાની નજીક આવે. તેના રક્તપરુથી ભરેલા શરીરને જોઈને રાજા ભ પામી ગયે. પણ તેના મગજમાં એક ઝબકારે થયે, ત્યાં તે પેલા નાયકે રાજાને વિનયાન્વિત થઈને નિવેદન કર્યું કે, “અમારા રાજાને ગ્ય કન્યા મેળવવાના અમે અભિલાષી છીએ.”
માયણ અને ઉબર રાણુનાં લગ્ન થયાં
રાજાએ તરત વિચાર કર્યો કે મયણા પુણ્યપાપની વાત કરે છે તે ભલે ફળ ભેગવે. આવેશના આવેગમાં રાજાએ પેલા નાયકને વચન આપ્યું કે, “મારી રાજકન્યા તમારા રાણા સાથે પરણાવીશ.”
બીજે દિવસે દરબાર ભર્યો. મયણાને પુનઃ પૂછ્યું કે, તું હજી પણ શું વિચારે છે? કહે તારું સુખ કયાં છે? કર્મ કરે તે થાય કે મારી કૃપા હોય તે થાય ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org