Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|બને તેનો કાર્યક્રમ ગોઠવવામાં આવતો.
‘ખાદી સપ્તાહ' વગેરે દિવસો દરમ્યાન ખાદીની ચાદર વ. ચીજોનું વેચાણ કરવા વિદ્યાર્થીઓ આસપાસના ગામડાંઓમાં જતા, વેચાણ કરતા અને હિસાબ રાખતા. આ દ્વારા ગામડાના વાતાવરણનો અને લોકોનો પરિચય થતો.
વર્ષમાં બે ત્રણ વાર મુસાફરીના કાર્યક્રમો પણ યોજાતા. આ કાર્યક્રમો તીર્થસ્થાનો ઉપરાંત કુદરતી રમણીય સ્થળો જેવાં કે આબુ, અચલગઢ, તારંગા વ. ડુંગરપ્રવાસ પગપાળા કરાવવામાં આવતો. આમ અનેક જાતની તાલીમ વડે વ્યક્તિનિષ્ઠ શિક્ષણ આપી વિદ્યાર્થીઓને તૈયાર કરાવવામાં આવતા.
૯. વિધાભવનમાં કરેલો
અભ્યાસ
આ સંસ્થામાં મેં ધાર્મિક અભ્યાસમાં પંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, સંગ્રહણી, છI કર્મગ્રંથ, તથા પંચસંગ્રહ સંપૂર્ણ ટીકાસહિત કર્યા હતા. ગુજરાતી સાહિત્યમાં કમળાશંકર પ્રા. ત્રિવેદીના ભાગ ૧-૨-૩, પ્રતિજ્ઞા યૌગંધરાયણ, મધ્યમવ્યાયોગ નાટક, મુદ્રારાક્ષસ, હિમાલયનો પ્રવાસ વ. પાઠ્યપુસ્તકની રીતે કરેલા. સંસ્કૃતમાં સમગ્ર સિદ્ધહેમ-લઘુવૃત્તિ વ્યાકરણ, રઘુવંશ, માઘ, હીરસૌભાગ્ય, સત્યહરિશ્ચન્દ્ર નાટક અને કાવ્યાનુશાસન કર્યા હતા.
મેં મારી સત્તર વર્ષની ઉંમરે શ્રિંદ્ર નાટકનો સમશ્લોકી ગુજરાતી અનુવાદ કર્યો હતો. ઇંગ્લીશમાં પાઠમાળા ૧-૨-૩, સ્ટોરીજ ફ્રોમ ટાગોર, નેપોલિયન બોનાપાર્ટ વ. પાઠ્યપુસ્તક રૂપે કરેલા. નામામાં વ્યાપારોપયોગી પાઠમાળા, દેશી નામા પદ્ધતિ, અર્થશાસ્ત્રનાં મૂળતત્ત્વો અને કૌટિલ્ય અર્થશાસ્ત્ર વ. નો |અભ્યાસ કર્યો હતો.
આ ઉપરાંત સીવણ, સુથારીકામ, ચિત્રકામ વ. દ્વારા ઉદ્યોગનું શિક્ષણ આપવામાં આવતું. મેં સીવણકામનો ઉદ્યોગ લીધો હતો. પહેરણ, બંડીથી માંડી કોટ સુધીનું વેતરવાનું અને સીવવાનું શીખ્યો હતો. આ માટેના વિશિષ્ટ અભ્યાસ માટે મને લીંચ અને રાજકોટ મોકલવામાં આવેલ.
૧૦. પં. પ્રભુદાસભાઈ તથા અન્ય શિક્ષણદાતા ગુરુવર્યો
આમ મારા જીવન ઘડતરમાં જો કોઈનો વિશિષ્ટ ફાળો હોય તો તે વિદ્યાભુવનનો અને પ્રભુદાસભાઈનો છે. તેમના મુરબ્બીપણાનો, ગુરુપણાનો અને વિશિષ્ટ આપ્તજન તરીકે તેમની સાથેનો મારો સંબંધ તેમના જીવનના અંત સુધી રહ્યો છે. તેમનું ઋણ હું કોઈ રીતે અદા કરી શકું તેમ નથી. મારું સૌથી પ્રથમ પુસ્તક પ્રમાળનયતત્ત્વાલોળાશંગર નો ગુજરાતી અનુવાદ કર્યો અને તે ગ્રંથ મેં તેમને અર્પણ કર્યો. મારા જ્ઞાન અને |સમજદેહના પિતા પં. પ્રભુદાસભાઈ છે.
તેમનો આ ઉપકાર કેવળ મારા માટે જ છે એમ નહિ. પણ મા! સહાઞાયીઓ શાતિલાલ સાઠંબાકર, મણીલાલ ગણપતલાલ, શ્રી દલીચંદ વછરાજ વ. સૌ પર આ જ રીતે તેમનો ઉપકાર રહ્યો છે. ।પરંતુ મારો અને તેમનો વિદ્યાવ્યાસંગનો માર્ગ એક હોવાથી તેમનો ગાઢ પરિચય યથાવત્ ઠેઠ સુધી ટકી રહ્યો. હું
૧૨]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા